સુરતમાં નાસ્તો લેવા ગયેલી કિશોરીને કચરા પેટીમાં પતંગના દોરામાં લપેટાયેલી બાળકી મળી, જીવ બચાવવા 13 વર્ષની બાળકી ઘરે લઇ આવી

સુરતમાં કડકડતી હાડ ગાળતી ઠંડી પડી રહી છે ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઈ હતી. જેને પનાસ ગામમાં આવેલા SMC કવાટર્સમાં આજે સવારે એક કિશોરી નાસ્તો લેવા ગઈ ત્યારે મળી હતી. એક કચરાપેટીમાં પતંગની દોરીઓમાં લપેટાયેલું એક બાળકીના રડવાનો અવાજ આવતા તેણે ત્યાં તપાસતાં કોઈ બાળકી હોવાનું જણાયું હતું.

પનાસ ગામના એસએમસી ક્વાટર્સમાં રહેતી ધારા રમેશ ગોડસે (ઉ.વ.15) સવારે નાસ્તો લેવા દુકાન ગઈ હતી. દરમિયાન તેને રસ્તામાં એક કચરાપેટીમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેને પગલે તેણે કચરાપેટીમાં જોતા એક બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું હતું. તેણે તેને બહાર કાઢીને પાસેની એક દુકાન પાસે બેસીને તેના ગળામાં વિંટાયેલા દોરા કાપ્યા હતા. તેમજ તેને કપડાં પહેરાવ્યા હતા.

ધારા બાળકને દુકાન પાસે લઈને બેઠી હતી ત્યારે તેની માતા આવીને તેને પૂછ્યું કોનું બાળક છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે બાળક કચરા પેટીમાંથી મળ્યું છે. જેને પગલે 108ને કોલ કરીને બોલાવતા પોલીસને જાણ કરી હતી. 108 બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. બાળકની હાલ સારવાર ચાલી રહી છે.

ફર્સ્ટ પર્સન – મારે એને ખોળામાં રાખી રમાડવું હતું

હું સવારે સાત વાગ્યે ખમણ લેવા જતી હતી ત્યારે મને એક બાળકનાં રડવાનો અવાજ સંભળાયો. ત્યાં જઈ જોયું તો કચરામાં રડતું બાળક પડેલુ હતું. એને કબૂતર ચાંચ મારી રહ્યા હતા અને માંજામાં લપેટાયેલુ હતું. મને દયા આવી ગઈ અને સ્વેટર તેના પર લપેટી ઘરે લઈ ગઈ. મારી મમ્મીએ મને પુછ્યું કે આ શું લઈ આવી. તો મંે કહ્યું કે આ મને કચરામાં પડેલુ મળ્યું એટલે સાથે લઈ આવી. મારે એનું ખોળામાં રાખવું હતું કેમ કે મારે કોઈ ભાઈ નથી મને એ શીશુ સાથે જોઈતું હતું પણ પછી મમ્મીએ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કરી તેને હોસ્પિટલ મોકલી આપ્યું. – ગીતા ઉર્ફે ઘરા ગોડસે, નવજાતને બચાવનાર

બાળાશ્રમમાં દતક માટેની 133 અરજી છે

કતારગામ બાળાશ્રમના મેનેજર હેમંત ગામીતે જણાવ્યું હતું કે સુરત જિલ્લામાંથી જ 133 જેટલા દંપતીઓ વેઈટીંગમાં છે તેમજ ઓનલાઈન વેઈટીંગની સંખ્યા તો ઘણી મોટી છે.

પારણા ઘર – રાજસ્થાનમાં ‘ફેંકો નહીં, અમને આપો’ અભિયાન, સુરતમાં પણ શરૂ થવાની જરૂર

રાજસ્થાનમાં યોગ ગુરૂ દેવેન્દ્ર અગ્રવાલ દ્વારા રાજસ્થાન સરકારના સહકારથી આશ્રય પારણા સ્થળ યોજના શરૂ કરી હતી. ગમે તે સ્થળે તરછોડી દેવાતા બાળકોનો જીવ બચાવી શકાય તેવા ઉદેશ્ય સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી અને રાજ્યના સરકારી હોસ્પિટલો સહિત કુલ 68 પારણા ઘર શરૂ કરવામાં આવ્યા હતા. યોગ ગુરુ દેવેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે હું ગૃહસ્થ છુ મારા બે દિકરા છે પણ દિકરી ન હતી. દરમિયાન રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં કન્યા ભૃણ મળી આવવાના બનાવો સામે આવી રહ્યા હતા. તે જોઈ વિચાર આવ્યો અને ભાઈ સાથે વાત કરી મારા ઘરની બહાર જ ઘોડીયુ મુકી શરૂઆત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો