અમદાવાદમાં પાણીની ટાંકીમાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, ટાંકીને કટરથી કાપીને લાશ બહાર કાઢવી પડી

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તાર (Khokhra area)માં આવેલી મોહન એસ્ટેટ (Mohan estate)માં એક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીની હત્યા (Murder) કરાયેલી લાશ મળી આવી છે. હત્યાની ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ છે. મોહન એસ્ટેટમાં આવેલા ગારમેન્ટ કંપની (Garment company)ના ત્રીજા માળે ધાબા પરની પાણીની પ્લાસ્ટિકની ટાંકીમાંથી યુવતીની લાશ મળી આવી છે. લાશની હાલત એવી હતી કે તે પાણીની ટાંકીમાંથી નીકળી શકે તેમ ન હતી. આથી પોલીસે ફાયર બ્રિગેડની મદદ માંગી હતી. ફાયરના જવાનોએ લાશને બહાર કાઢવા માટે ટાંકીના કાપી નાખી હતી. પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો બનાવ લાગી રહ્યો છે. હાલ પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તીવ્ર દુર્ગંધ આવતા લોકોએ પોલીસને જાણ કરી
મળતી માહિતી પ્રમાણે તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા પાણીની ટાંકીમાંથી એક યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસને આશંકા છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. આ મામલે જાણ થતાં ખોખરા પોલીસ ઈન્સ્પેકટર વાય એસ ગામિતની સાથેનો કાફલો ઘટના પર દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.

પાણીની ટાંકીમાંથી લાશને બહાર કાઢવી ખૂબ મુશ્કેલ હતી. આ માટે પોલીસે ફાયરના જવાનોની મદદ લીધી હતી. ફાયર વિભાગના જવાનોએ ઝાડ કાપવાના મશીનથી પાણીની ટાંકીને કાપીને લાશને બહાર કાઢી હતી. પાણીમાં લાશ એટલી કોહવાયેલી હતી કે દુર્ગંધથી માથું ફાટી જાય.

પોલીસનું માનવું છે કે આ બનાવ ત્રણેક દિવસ પહેલાનો હોવો જોઈએ. એટલે કે યુવતીની હત્યા ત્રણ દિવસ પહેલા કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે યુવતીની ઓળખ કરવા અને હત્યાનું કારણ જાણવા સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે યુવતીની ઓળખ કરવા માટે ગારમેન્ટમાં કામ કરતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. બનાવને પગલે ઘટના સ્થળે લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. આ મામલે ACPનું કહેવું છે કે હાલ હત્યાનો બનાવ હોય તેવું લાગી રહ્યું છે. સાચી હકીકત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો