અમદાવાદમાં ભાઈના મિત્ર સાથે મિત્રતા કરવી યુવતીને ભારે પડી, એક તરફી પ્રેમમાં પડેલા યુવકે યુવતીને પરેશાન કરી મૂકી

કુમળી વયે મિત્રતા કે પ્રેમ કરવો ભારે પડી શકે છે તે કહેવતને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના ભાઈના મિત્ર સાથે મિત્રતા (Friendship) કરી હતી. પણ આ શખ્સ મિત્રતાના બહાને પ્રેમ (One side love) કરી બેઠો હતો. રોમિયોએ એકતરફી પ્રેમમાં યુવતીને હેરાન પરેશાન કરવાનું શરૂ કરતા યુવતીએ બોલવાનું બંધ કરી દીધું હતું. જોકે, યુવતીના ભાઈનો મિત્ર એવો તો પ્રેમમાં ડૂબી ગયો કે યુવતીને જોવા માટે ફ્લેટ નીચે બેસી રહી રહેતો હતો. યુવતી ઓફિસે જાય તો પીછો કરતો હતો. એકદિવસ તેની ઓફિસે જઈ સ્ટાફના મિત્રોની હાજરીમાં યુવતીનો હાથ પકડી લગ્ન બાબત (Marriage proposal)ની વાત કરી મારી નાંખવાની અને એસિડ ફેકવાની ધમકી (Acid attack threat) આપતા યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

શહેરના વસ્ત્રાલ ખાતે રહેતી 21 વર્ષીય યુવતી બોડકદેવ ખાતે આવેલી એક કંપનીમાં બિઝનેસ ડેવલોપમેન્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરી છે. આ યુવતીના ભાઈનો મિત્ર કે જે યુવતીના એપાર્ટમેન્ટમાં રહે છે તે અવારનવાર ફ્લેટ નીચે આવતો હતો અને છેલ્લા એક વર્ષથી યુવતીને અવારનવાર જોતો હતો. યુવતીને ફેસબુક એકાઉન્ટમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ (FB friend request) મોકલી હતી, જે યુવતીએ એક્સેપ્ટ કર્યા બાદ બંને મેસેજથી વાતો કરતા હતા. આ રીતે બંને બંને એકબીજાના વધારે પરિચયમાં આવ્યા હતા. એટલું જ નહીં, યુવતી અને આ યુવક મોબાઈલ પર પણ વાત કરતા હતા, જેથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ત્યારબાદ આ શખ્સ અવારનવાર યુવતીને નાની નાની બાબતોમાં વહેમ રાખી તેણીને પરેશાન કરવા લાગ્યો હતો. આથી યુવતીએ ત્રણેક મહિના પહેલા યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

ગત જુલાઈ મહિનામાં આ યુવતીએ બોડકદેવ (Bodakdev) ખાતે નોકરી શરૂ કરી ત્યારે તેની ઓફિસની નીચે આ શખ્સ આવ્યો હતો અને યુવતી વિશે સિક્યુરિટી ગાર્ડને પૂછપરછ કરી ત્યાં બેસી રહેતો હતો. યુવતી નોકરીથી છૂટે ત્યારે આ શખ્સ તેની પાછળ પાછળ આવતો હતો અને હેરાન-પરેશાન કરતો હતો. ગત ઓગસ્ટ માસમાં આ યુવતી તેના ઘરેથી નોકરીએ જવા માટે નીકળી હતી ત્યારે તેના પિતા તેને બસમાં બેસાડી નીકળી ગયા હતા. ત્યારે યુવતીના ભાઇનો મિત્ર પણ આ બસમાં બેસી ગયો હતો અને યુવતી પાસે આવી બસમાં જ તેની સાથે વાતચીત ન કરવા બાબતે ઝઘડો કરવા લાગ્યો હતો. ત્યારબાદ આ યુવતી બસમાંથી ઊતરી ત્યારે પણ તેનો પીછો આ શખ્સે કર્યો હતો.

એક દિવસ યુવતી ઓફિસથી છૂટી નીચે જતી હતી ત્યારે તેના સાથીકર્મીઓ તેની સાથે હતા, આ દરમિયાન આ શખ્સ ત્યાં આવ્યો હતો અને યુવતીના સાથી મિત્રોએ તેને સમજાવ્યો હતો કે યુવતી તેની સાથે સંબંધ રાખવા માગતી નથી, આથી પરેશાન ન કરે. જેથી આ શખ્સ યુવતીને હાથ પકડીને સાઈડમાં લઈ ગયો હતો. આ શખ્સ યુવતી સાથે લગ્ન કરવાની વાતચીત કરી હતી. યુવતીના સાથી મિત્રોએ પીઝા મંગાવ્યા હોવાથી તે લોકો પીઝા ખાતા હતા. ત્યારે આ શખ્સે યુવતીને કહ્યુ કે, જો તે તેની સાથે નહીં જાય તો મારી નાખશે અને એસિડ નાખશે. સમગ્ર બાબતને લઈને યુવતીએ તેના પરિવારને જાણ કરતાં આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો