અમદાવાદનો કિસ્સો: સહેલીના ઘરે યુવતીએ હળદળવાળું પાણી પીતા જ ઘેન ચડ્યું, સવારે ઉઠીને જોયું તો…

મહેસાણાના ખેરવામાં આવેલી ગણપત યુનિ.માં નોકરી કરતી યુવતી પાટણમાં પી.એચ.ડીનો અભ્યાસ કરે છે. વેકેશનમાં તે અમદાવાદ આવી હતી અને તેની એક સહેલી અને તેની બહેનના ઘરે ગઈ હતી. સહેલીના ઘરે તેની તબિયત ખરાબ થતા તેને હળદરવાળું પાણી પીવડાવવામાં આવ્યું હતું. પાણી પીતા જ તેને ઘેન ચઢી ગયું હતું. આ દરમિયાન તેની સહેલી તેમજ તેની બેને યુવતીની 1.25 લાખની કિંમતની પન્ના હીરાવાળી વીંટી ચોરીને તેની આંગળીમાં ડુપ્લિકેટ વીંટી પહેરાવી દીધી હતી. યુવતીને આ અંગે જાણ થતા તેણે પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી. જોકે, આબરૂ જવાના બીકે યુવતીની સહેલીએ તેને પૈસા આપવાની વાત કરી હતી.

પાટણમાં રહેતા કિંજલબેન જોષી ગણપત યુનિ.માં નોકરી કરે છે. સાથે સાથે પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિ. માં પીએચડીનો અભ્યાસ પણ કરે છે. કિંજલ જીપીએસસસીના ક્લાસીસમાં હતી ત્યારે તેની મિત્રતા અમી ઠાકર સાથે થઇ હતી. નવેમ્બર માસમાં વેકેશન પડતા જ કિંજલ અમદાવાદ તેમના કાકાને ત્યાં આવી હતી. બાદમાં તા. 4 નવેમ્બરના રોજ અમી સાથે તેની મુલાકાત થઈ હતી. અમી તેને તેની બહેન દિપ્તી દવેના મણીનગર ખાતેના ઘરે લઇ હતી. ત્યાં રાત્રે જમીને તેઓ ફિલ્મ જોવા ગયા હતા.

ફિલ્મ જોઇને પરત આવતા જ કિંજલને ગળામાં બળતરા થતા તેણે દિપ્તીને હળદરવાળું ગરમ પાણી કરવાનું કહ્યું હતું અને બાદમાં તે પાણી પીતા જ થોડીવારમાં તેને ઘેન ચઢ્યું હતું. સવારે ઉઠીને જોયું તો તેની 1.25 લાખની પન્નાના નંગવાળી વીંટી ગાયબ હતી અને તેની જગ્યાએ ડુપ્લિકેટ વીંટી હાથમાં હતી.

અમી ઠાકર અને દિપ્તી દવેને વીંટી બાબતે પૂછતા બંને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. બાદમાં પોલીસ ફરિયાદ કરવાનું કહેતા જ બંને બહેનો ડરી ગઈ હતી અને પૈસા આપી દેવાનું કહીને ફરિયાદ ન કરવા આજીજી કરી હતી. જોકે, બંનેએ પૈસા કે વીંટી ન આપતા આખરે કિંજલે બંને બહેનો વિરુદ્ધ મણીનગર પોલીસ સ્ટેશનમાં 328 ,406, 420, 114 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો