અમદાવાદમા ગરબા રમીને ઘરે જતી 18 વર્ષની યુવતીનું ખાડાને લીધે થયુ મોત.. હવે આ યુવતીના મોત માટે કોણ જવાબદાર

અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અધિકારીઓને ખખડાવી રસ્તાઓ સુધારવા માટે જણાવ્યું હતું. તેમ છતાં પણ અમદાવાદના રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે. ત્યારે આજ ખાડાને કારણે એક 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે. ગરબા રમીને એક્ટિવા લઈ ઘરે પરત જતી યુવતી ખાડાને કારણે પડી ગઈ હતી. જેને માથામાં ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. હવે આ યુવતીના મોત માટે કોણ જવાબદાર, અમદાવાદના મેયર કે મ્યુનિસિપલ કમિશનર?

આંબાવાડી વિસ્તારમાં રહેતી 18 વર્ષીય વૈભવી નવરાત્રીમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં ગરબા રમવા ગઈ હતી. જ્યાંથી પરત ફરત વખતે જીએમડીસી પાસે ખાડામાં તેનું એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું. જેને કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હતું. આ મામલે યુવતીના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હવે ખાડાને કારણે થવાથી તેનાં એક 18 વર્ષીય યુવતીનું મોત થતાં તેની પાછળ કોણ જવાબદાર છે. અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર કે પછી રોડ વિભાગના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર. પરિવારે પોતાની જુવાનજોધ લાડકવાયી દીકરીને ગુમાવતાં શોકમાં ગરકાવ થયા છે. પણ અમદાવાદના આ અધિકારીઓ અને સત્તાધીશોને સામાન્ય લોકોની કાંઈ પડી નથી. આ લોકો સામે પોલીસ હત્યાનો ગુનો કેમ નથી નોંધતી? ગુજરાતમાં એક SPએ હાઈવે ઓથોરિટીને કહ્યું હતું કે, જો ખાડાઓને કારણે કોઈનું મોત થશે તો હત્યાનો ગુનો નોંધીશ. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર કે અમદાવાદ પોલીસ આ મામલે હત્યાનો ગુનો કેમ નથી નોંધતી.

યુવતીના મોત મામલે અમદાવાદના મેયર કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા જવાબદારી લેશે કે કેમ… કે દર વર્ષે ખાડાઓને કારણે લોકોનાં મોત છતાં પણ ઘોર નિંદ્રામાં રહેતું અમદાવાદ કોર્પોરેશન આ વખતે પણ ચાલશે, આવું તો થયા કરેની નીતિ અપનાવશે. ક્યાં સુધી એક સામાન્ય માણસ આ રીતે ખાડાઓને કારણે પોતાનો જીવ ગુમાવતો રહેશે. ટ્રાફિકના મસમોટા દંડ ઉઘરાવતી સરકારની આંખોને રસ્તા પરના ખાડા કેમ નથી દેખાતા. મસમોટો દંડ લો પણ નાગરિકોને પહેલાં સારા રોડ તો આપો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો