સુરતમાં માતાપિતાની આંખ ઉઘાડનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો, દોઢ વર્ષની બાળકીનું રમતાં રમતાં થયું મોત, જાણો વિગતે

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક દોઢ વર્ષની બાળકી ઘરની બહાર રમતા રમતા પાણીની ડોલમાં પડી ગઈ હતી. બાળકીને પરિવાર સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ જતા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે આ મામલે અકસ્માત નો ગુનોનોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કિસ્સો તમામ માતાપિતા માટે લાલબત્તી સમાન છે.

બનાવની વિગત એવી છે કે સુરતમાં બાળકોના માતાપિતાની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભવાનીનગરમાં આજથી દોઢ વર્ષ પહેલા રહેતા અંકિત મિશ્રાને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. જોકે મિલમાં કામ કરીને પરિવાર નું ગુજરાન ચલાવતા આ પરિવાર ગતરોજ પતિ પત્ની ઘરમાં હતા તે સમયે તેમની દોઢ વર્ષની બાળકી સૌમ્યા ઘરની બહાર રમતા રમતા પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી.

દોઢ વર્ષની સૌમ્યા પાણીની ડોલમાં ડૂબી જતા માતાપિતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું.

બાળકી પાણીમાં ડૂબી જતા આ ઘટના પાડોસીએ જોઈ હતી. બાળકીને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી જોકે તે ને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. સમગ્ર ઘટના બાદ અનેક સવાલ ઉભા થયા છે કે દોઢ વર્ષની બાળકી પાણીમાં પડી કે તેને નાંખવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો