અમદાવાદમાં ધાબે વાંચતી છોકરીની યુવકે કરી છેડતી, બાદમાં માતાએ ધાબા પર જઈને જોયું તો

હાલના સમયમાં યુવકોમાં વિકૃતિનું પ્રમાણ વધતું જાય છે. અને તેનો ભોગ હવે બને છે માસૂમ બાળાઓ. ક્રૂર દુનિયાથી અજાણ માસૂમ બાળાઓ પર નાની ઉંમરે જ છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. નાની વયે બનતાં આ અપરાધોની છાપ ભોગ બનનારાઓમાં જિંદગીભર રહેતી હોય છે. અમદાવાદમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 13 વર્ષની કિશોરી ધાબા પર વાંચતી હતી ત્યારે પાડોશમાં રહેતાં એક યુવકે તેની છેડતી કરી હતી.

પીએમ મોદી પરીક્ષા પે ચર્ચા નામના કાર્યક્રમમાં દેશભરનાં માણસોને ટિપ્સ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદના સોલા વિસ્તારના એક ફ્લેટમાં માસૂમ બાળા કે જે એકલી ધાબા પર કોઈ ડિસ્ટર્બ ન કરે એટલા માટે વાંચતી હતી, તેવામાં પાડોશમાં રહેતાં એક વિકૃત યુવાન તેને ધાબા પર જોઈ ગયો હતો. તે સીધો અર્ધનગ્ન અવસ્થામાં ધાબા પર જઈ ચઢ્યો હતો. યુવક પેન્ટ કાઢીને ગંદા ઈશારા કરતો હતો અને પાડોશમાં રહેતાં આ યુવાને કિશોરી સાથે છેડછાડ કરી હતી.

આ ઘટનાથી ડઘાઈ ગયેલી કિશોરી યુવકના સકંજામાંથી છૂટીને ચોપડીઓ ત્યાં જ ફેંકીને સીધી નીચે ઘરમાં દોડી આવી હતી. માતાએ ધાબા પર જઈને જોયું તો, યુવક પેન્ટ કાઢીને ગંદા ઈશારા કરતો હતો અને પછી મહિલા પણ નીચે દોડી આવી હતી. અને આ ઘટનાની જાણકારી પોતાના પરિવારને આપી હતી. ત્યારબાદ પરિવારજનોએ વિકૃત યુવાન વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો