પોલીસની નોકરી માટેની રેસ જીતીને પણ યુવતી જીંદગીની રેસ હારી ગઈ, દોડ પૂરી કરતા જ ફસડાઈ પડી અને પ્રાણ પંખેરુ ઊડી ગયું

એકની એક દીકરીને પોલીસમાં ભરતી કરાવવાનું સપનું જોતા અંશિકાના પિતા રામવીર પોતે જ તેને બરેલી લઈને પહોંચ્યા હતા. દીકરી પીએસી ગ્રાઉન્ડમાં દોડી રહી હતી ત્યારે બહાર પિતા તેની સફળતાની પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ પિતાને જે ખબર સાંભળવા મળી તેનાથી તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. અંશિકાએ પોલીસ ભરતીની દોડ પૂરી કરી લીધી પરંતુ તે જીંદગીની દોડ હારી ચૂકી હતી.

બાગપતના ફઝલપુરના સુંદર નગરની રહેવાસી અંશિકા સિંહ પોલીસ ભરતી માટે ફિઝિકલ ફિટનેસની પરીક્ષા આપવા પહોંચી હતી. ત્યારે 14 મિનટમાં છ રાઉન્ડ લગાવીને 2.4 કિ.મીની દોડ પૂરી કરવાની હતી. અંશિકાએ આ દોડ 13 મિનિટ અને થોડી સેકન્ડોમાં પૂરી કરી લીધી. પરંતુ દોડ પૂરી થતા જ તે ટ્રેક પર બેભાન થઈને ફસડાઈ પડી અને તેનું પ્રાણ પંખેરુ ઊડી ગયુ.

આ અંગે જાણકારી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બહાર ઊભેલા પિતા રામવીર, માનેલા ભાઈ વિનય અને તેની બહેનને અંશિકાની તબિયત ખરાબ હોવાની સૂચના આપવામાં આવી તો બધા જિલ્લા હોસ્પિટલ પહોંચી ગયા. ત્યાં બહારના અધિકારીઓએ રામવીરને સમગ્ર ઘટનાક્રમની જાણ કરી. તેમણે દીકરીનો મૃતદેહ જોયો તો તેમના આઘાતનો પાર ન રહ્યો. તે દીકરીના ચહેરાને સ્પર્શીને જોર જોરથી રડવા માંડ્યા. પરિવારજનોએ જણાવ્યું કે અંશિકા સૌથી મોટી દીકરી હતી, તેનાથી નાના બે ભાઈ પણ છે.

પોસ્ટ મોર્ટમમાં અંશિકાનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટથી થયું હોવાની પુષ્ટિ થઈ છે. જિલ્લા હોસ્પિટલના ભૂતપૂર્વ હૃદયરોગ વિશેષજ્ઞ ડો. વીપી ભારદ્વાજના જણાવ્યા મુજબ આ પ્રકારનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટથી જ થાય છે. શરીર પર તણાવ વધે અને હૃદયની માંસપેશીઓ અલગ અલગ ધબકવા માંડે ત્યારે વેસોવેગલ શોક લાગે છે. વેન્ટ્રિકુલર ફેબ્રિલેશનમાં નસોમાં લોહી જામી જાય છે. તરત સીપીઆર અપાય તો શ્વાસ આવી જાય છે પરંતુ લોહીના ગઠ્ઠા હૃદય સુધી પહોંચતા ધબકારા પાછા નથી આવતા. આ કારણે કાર્ડિયાક એરેસ્ટ થાય છે અને વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. એરોટિક વાલ્વ સંકોચાય ત્યારે પણ આવું બની શકે છે. વધારે મહેનત કરવા પર કોરોનરી આર્ટિલરીનું લોહી હૃદય ખેંચી લે છે. આ લોહી એઓરટા નળીમાં જાય છે. તેને કારણે પણ હૃદય કામ કરવાનું બંધ કરી દે છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ હોકી પ્લેયર વિનોદ સિંહ રાવતનું મૃત્યુ પણ મે 2018માં આ જ રીતે થયું હતું. તે સ્ટેડિયમમાં વર્ક આઉટ કરી રહ્યા હતા ત્યારે કાર્ડિયાક એરેસ્ટથી તેમનું મૃત્યુ થયું હતું. તે નેશનલ હોકી પ્લેયર હતા અને બિરાફ તરફથી રમતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો