બાળકને ઘોડિયામાં સૂવડાવવું જોઈએ? ઘોડિયાના ફાયદા અને નુકસાન ન જાણતા હોય તો અવશ્ય જાણો અને શેર કરો

ભારતીય સંસ્કૃતિમાં પારણુ અથવા તો ઘોડિયુ નાના બાળકના જન્મ સાથે એટલુ નજીકથી સંકળાયેલુ છે કે કોઈના ઘરે બાળક અવતરે તો તેના માટે ‘પારણુ બંધાયુ’ એવો શબ્દ વપરાય છે. પેઢીઓથી આપણે બાળકને જન્મે પછી પારણામાં સૂવડાવીએ છીએ. એવુ મનાય છે કે ઘોડિયામાં સૂતા બાળકને તે માતાના ગર્ભમાં હોય તેવો અહેસાસ થાય છે અને એટલે જ બાળક હૂંફ અને સુરક્ષા અનુભવે છે. આ તો થઈ માન્યતાની વાત, પરંતુ શું ઘોડિયુ બાળક માટે સુરક્ષિત છે?

નિષ્ણાંતો શું કહે છે?
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ બાળકને સૂવડાવવા માટે સૌથી સુરક્ષિત પદ્ધતિ તેને સમતળ, સ્થિર અને કઠણ સપાટી પર પીઠ પર સૂવડાવવું છે. શરૂઆતના છ મહિનામાં જ તમે બાળકને પોતાના રૂમમાં અલગ પલંગ કે કૉટ પર સૂવડાવો તે સૌથી વધુ સુરક્ષિત અને સારુ છે. ભારતમાં જે મુલાયમ ગાદી અને ઝોળી જેવા પારણામાં બાળકને સૂવડાવવામાં આવે છે તેને પશ્ચિમના ડોક્ટરો બાળક માટે સુરક્ષિત નથી માનતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પારણામાં સૂતા બાળક પર સતત નજર રાખવી જરૂરી છે. તેને એકલુ ન મૂકવુ જોઈએ.

પરંપરાગત રીતે બાળકનો ઝૂલો સુતરાઉ કાપડ, સાડી વગેરેથી બનેલુ હોય છે. તેને લાકડા, મેટલ કે પ્લાસ્ટિકની ફ્રેમ પર લગાડવામાં આવે છે. ઘરમાં ઘરડા અવશ્ય કહે છે કે તેમણે બાળકોને વર્ષો સુધી આવા પારણામાં સૂવડાવ્યુ હતું છતાંય કોઈ સમસ્યા નથી થઈ. ઘણા એવુ પણ માને છે કે બાળકને ઘોડિયામાં સૂવડાવવાથી તેનું મસ્તક ગોળાકાર બને છે કારણ કે તે સમતળ ગાદલા પર નથી સૂતુ.

છેલ્લા કેટલાંક વર્ષમાં ઘોડિયામાં સૂતા બાળકની સુરક્ષા એક મોટો મુદ્દો બની ગયો છે. ઘણીવાર બાળક ઘોડિયામાં પડખુ ફરી જાય છે અને તેનો ચહેરો ઝૂલાના મટિરિયલથી દબાઈ જાય છે જેને કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે. ઝૂલો વધારે પડતો ઝૂકી ગયેલો હોય તો બાળકની ગરદન છાતી તરફ વધારે પડતી ઝૂકી જાય છે જેને કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. બાળક પડખુ ફરવાનું શરૂ કરે ત્યારે તે પારણામાંથી પડી શકે છે અને તેને વાગી શકે છે. બાળકને પારણામાં સૂવડાવતા પહેલા ડોક્ટર સાથે વાત કરી લો અને તેના ફાયદા-નુકસાન જાણ્યા પછી નિર્ણય કરો.

ફાયદાઃ
પારણામાં બાળકને તે કપડાથી લપેટાયયેલુ હોય તેવો અહેસાસ થાય છે જેને કારણે બાળકને સુરક્ષિત મહેસૂસ થાય છે. ઝૂલામાં ધીરે ધીરે બાળક હલતુ હોવાથી તેને ગર્ભમાં મહેસૂસ થનારી હલચલનો અહેસાસ થાય છે. આથી શિશુને આરામ અને સુરક્ષાનો અહેસાસ થાય છે. ખાસ કરીને જન્મ પછી શરૂઆતના અઠવાડિયાઓમાં જ્યારે બાળક નવી દુનિયા સાથે પરિચય કરતું હોય ત્યારે તેને આ અનુભવ આરામદાયક લાગે છે.

નુકસાનઃ
બાળકને ઝૂલામાં હલવાની સતત આદત પડી શકે છે. આવામાં તેને પલંગ પર સૂવાની આદત પડવામાં સમય લાગી શકે છે. બાળક જાતે સૂઈ શકતુ નથી. નિષ્ણાંતોની સલાહ પ્રમાણે તમે ઘોડિયામાં બાળકને સૂવાડો તો પણ તેને ઝૂલાવવું ન જોઈએ, શરૂઆતના દિવસોમાં પણ નહિ. જેમ જેમ બાળક મોટુ થાય, તેને ઘોડિયાની આદત છોડાવી દેવી જોઈએ જેથી બાળક જાતે સૂઈ જતા શીખી જાય.

આ સમયે આદત છોડાવી દોઃ
ઝૂલાનો ત્યાં સુધી જ ઉપયોગ કરવો જોઈએ જ્યાં સુધી બાળક પડખુ ફરતા ન શીખે. મોટાભાગના બાળકો ત્રણ મહિનાના થાય ત્યારે પડખુ ફરતા શીખી જાય છે. કોઈ બાળક તેનાથી વહેલા પણ પડખુ ફરતા શીખી જાય છે. બાળક સૂતી વખતે પડખુ ફરીને કે પેટ પર ઊંધુ પડીને સૂઈ શકે છે. પારણામાં આમ કરવુ ખતરનાક કે ઘણીવાર પ્રાણઘાતક પણ પુરવાર થઈ શકે છે. ઘણા ફેબ્રિક એવા હોય છે જેમાં બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ કારણે બાળકના શરીરનું તાપમાન વધી શકે છે. આથી શક્ય હોય તો ત્રણ મહિના સુધીમાં બાળકને ઘોડિયાની આદત છોડાવી પલંગ કે સપાટ જગ્યાએ સૂવાની આદત પાડવીજોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો