આયુષ્માન ભારત યોજના હેઠળ ફ્રીમાં મેળવો કોરોનાની સારવાર, તમારું નામ રજિસ્ટર્ડ છે કે નહીં તે ઘેરબેઠાં ઓનલાઇન ચેક કરો

દેશમાં કોરોના વાઇરસ રોગચાળો ફાટી નીકળ્યો છે. કોરોનાની સારવાર પણ ખૂબ ખર્ચાળ છે. તેથી COVID-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને સરકાર તેની સ્પેશિયલ સ્કીમ આયુષ્માન ભારત યોજના હેઠળ હોસ્પિટલોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇ-કાર્ડ આપવામાં આવે છે. આનો ઉપયોગ કરીને કેશલેસ સેવાઓ મેળવી શકાય છે. સરકારની આ યોજનાનો ફાયદો તમે ત્યારે જ લઈ શકશો જો તમે આયુષ્માન ભારત યોજનામાં રજિસ્ટર્ડ હશો. જો તમે ચેક કરવા માગતા હો કે તમે આ યોજનામાં રજિસ્ટર્ડ છો કે નહીં તો ઘેરબેઠાં ઓનલાઇન પ્રોસેસ દ્વારા તે ચેક કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નામ રજિસ્ટર્ડ છે કે નહીં તે ચેક કરવાની પ્રોસેસ

  • આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ ચેક કરવા માટે સૌપ્રથમ https://www.pmjay.gov.in/ વેબસાઇટ પર જાઓ.
  • પેજ ખૂલ્યાં પછી જમણી તરફ ઉપર એક લિંક દેખાશે. આ લિક  દેખાશે. આ લિંક Am I Eligibleની હશે. તેની પર ક્લિક કરો.
  • આ લિંક પર ક્લિક કરતાં જ એક નવું પેજ ખૂલશે. તેમાં તમારે કેટલીક વિગતો ભરવાની રહેશે. અહીં તમારે તમારા મોબાઇલ નંબર સાથે કેપ્ચા કોડ ભરવો પડશે. આ માહિતી આપ્યા પછી OTP પર ક્લિક કરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર એક OTP આવશે. આ OTP ભર્યા બાદ તમે સબમિટ બટન પર સબમિટ બટન પર ક્લિક કરો. ત્યારબાદ તમારું રાજ્ય પસંદ કરો.
  • પછી કેટલીક કેટેગરી જોવા મળશે. એ કેટેગરી પસંદ કરો જેમાં તમે તમારું નામ ચેક કરવા માગો છો. તેમાં નામ, HHD નંબર, રાશન કાર્ડ અને મોબાઇલ નંબરના ઓપ્શન હશે. તેમાંથી કોઈ એકપર ક્લિક કરશો તો તમને જાણ થઈ જશે કે તમે આયુષ્માન ભારત યોજનામાં સામેલ છો કે નહીં.

હેલ્પલાઇન માટે ટોલ ફ્રી નંબર પણ છે

આ ઉપરાંત, તમે 14555 અને 1800-111-565 નંબર ડાયલ કરીને તમારું કે તમારા પરિવારનું આ સ્કીમમાં નામ છે કે નહીં અને તમે લાભ લેવા પાત્ર છો કે નહીં વગેરે જાણકારી પણ મળી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો