કોરોના વાયરસથી નુકસાની પેટે ચીનને કસુરવાર ઠરાવી જર્મન ટેબ્લોઈડ બિલ્ડે 149 બિલિયન યુરોનું વળતર માંગ્યું

કોરોના સંક્રમણના વિશ્વભરમાં થયેલા પ્રસાર અને પારાવાર નુકસાની અંગે હવે ચીન વૈશ્વિક સ્તરે આરોપીના કઠેડામાં મૂકાતું જાય છે. અગાઉ અમેરિકાએ કોરોના સંક્રમણ ચીનનું કાવતરું હોવા અંગેના શ્રેણીબદ્ધ આક્ષેપો કર્યા બાદ હવે અન્ય દેશોએ પણ ચીનને કસુરવાર ઠરાવવામાં જોડાઈ રહ્યા છે. જર્મનીના અગ્રણી અખબાર (ટેબ્લોઈડ) બિલ્ડ દ્વારા કોરોના વાયરસને લીધે જર્મનીને થયેલ નુકસાનનો અંદાજ મૂકાયો છે અને એ મુજબ 149 બિલિયન યુરો જેટલું વળતર ચીન પાસેથી માંગવું જોઈએ એવી લાગણી વ્યક્ત થઈ છે. ચીને આ અહેવાલની કડક ઝાટકણી કાઢી છે, પરંતુ આ અહેવાલના પગલે સમગ્ર યુરોપમાં ચીનવિરોધી લાગણી પ્રબળ બની શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જર્મનીએ ચીનને 149 બિલિયન યૂરોનું બિલ મોકલ્યું

જર્મનીમાં કોરોના સંક્રમણના આશરે દોઢ લાખ જેટલાં કેસ નોંધાયા છે, જેમાં 4500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. સંક્રમણ અને મૃત્યુઆંકના મામલે અમેરિકા, ઈટાલી, સ્પેન અને ફ્રાન્સ પછી જર્મની પાંચમા ક્રમે છે. ત્રણ અઠવાડિયાથી વધુ સમયના લોકડાઉનના પગલે જર્મનીનું અર્થતંત્ર સદંતર ઠપ્પ થયેલું છે. આથી જર્મનીના લોકપ્રિય ટેબ્લોઈડ બિલ્ડ દ્વારા કોરોના સંક્રમણ માટે ચીનને જવાબદાર ગણીને તેની પાસેથી નુકસાનીનું વળતર માંગવામાં આવ્યું છે.

જર્મનીના અગ્રણી અખબાર (ટેબ્લોઈડ) બિલ્ડ દ્વારા કોરોના વાયરસને લીધે જર્મનીને થયેલ નુકસાનનો અંદાજ મૂકાયો છે. બિલ્ડે રજૂ કરેલા અંદાજ મુજબ, કોરોના સંક્રમણને પરિણામે જર્મનીને 27 બિલિયન યુરો ટુરિઝમનું નુકસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝને 7.2 બિલિયન યુરોનું નુકસાન જ્યારે આઈટી સેક્ટર ઉપરાંત અન્ય તમામ ઉદ્યોગોને 50 બિલિયન યુરોનું નુકસાન થયાનો અંદાજ મૂકાયો છે. બિલ્ડની આ ચેષ્ટા પછી ગુસ્સે થયેલ ચીની બિલ્ડના તંત્રી જુલિયન રેઈશેલને ખુલ્લો પત્ર લખીને આ અહેવાલ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને આવી ચેષ્ટાને ચીનની સ્વતંત્રતા અને આત્મગૌરવ સામેનો કુઠારાઘાત ગણાવ્યો છે. જોકે બિલ્ડના પગલે હવે ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીમાં પણ નુકસાની માંગવાની લાગણી બળકટ બની રહી છે. આ દેશોમાં પણ સ્થાનિક અખબારોએ ચીનને આરોપી ગણાવવાનું શરૂ કરી દીધું છે.

અમેરિકા પણ બિલ મોકલવા માટે કરી રહ્યું છે તૈયારી

જર્મનીએ કોરોનાનાં કારણે પોતાને થયેલું નુકસાન ફક્ત ગણાવ્યું જ નથી, પરંતુ તેનું બિલ પણ ચીનને મોકલી દીધું છે. તો અમેરિકી તપાસ ટીમ પણ આ માટે તૈયાર બેઠી છે. રવિવારનાં વ્હાઇટ હાઉસમાં થયેલી પ્રેસ કોન્ફરન્સ કરતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વુહાનથી કોરોનાની શરુઆત થઈ અને ચીનથી અમે ખુશ નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધી છે ખુલ્લી ધમકી

ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ વાતની તપાસ કરી રહ્યું છે કે આ જીવલેણ વાયરસ શું ચીનની લેબમાં પેદા કરવામાં આવ્યો છે? આ માટે અમે ચીન જવા ઇચ્છીએ છીએ અને સમજવા ઇચ્છીએ છીએ કે આખરે શું થયું? આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે જો ચીન કોરોના વાયરસ ફેલાવવા માટે જવાબદાર નીકળ્યું તો તેણે યાદ રાખવું જોઇએ કે તેના પરિણામો તેણે ભોગવવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો