કોરોનાના કારણે જર્મનીના અર્થતંત્રને થઈ રહેલા નુંકશાનથી કેવી રીતે ઉગારવું તેની ચિંતાથી નાણાંમંત્રીએ કરી આત્મહત્યા

કોરોના વાયરસે મોતનો અને આર્થિક નુંકશાનનો એ હદે દાટ વાળ્યો છે કે તેની સીધી જ અસર હવે લોકોના માનસ પર થવા લાગી છે. કોરોનાના કારણે અર્થતંત્ર પર પડી રહેલી નકારાત્મક અસરથી ચિંતિત જર્મનીના હેસે રાજ્યના નાણાંમંત્રી થોમસ શાફરે તો આત્મહત્યા કરી લેતા દુનિયાભરમાં સનસનાટી મચી જવા પામી છે.

જર્મનીની કંગાળ થઈ રહેલી અર્થવ્યવસ્થાના કારણે તેઓ અંદરથી જ વ્યાકુળ બન્યા હતાં. તેમને ચિંતા હતી કે કોરોના વાયરસના કારણે દેશની અર્થવ્યાવસ્થાને જે નુંકશાન થઈ રહ્યું છે તેની ભરપાઈ કેવી રીતે કરવામાં આવશે. રાજ્યના પ્રીમિયર વોલ્કરે કાલે રવિવારે તેમના મોતની જાણકારી આપી હતી.

જર્મનીના હેસે સ્ટેટના નાણાં પ્રધાન થોમસ શેફરે કોરોના વાઈરસને પગલે ઉદભવેલી તંગ આર્થિક સ્થિતિમાંથી અર્થતંત્રને કેવી રીતે બચાવવું તેની ચિંતાથી વ્યગ્ર બની આત્મહત્યા કરી લીધી છે, તેમ સ્ટેટ પ્રિમિયર વોકર બોફિયરે રવિવારે જણાવ્યું હતું. 54 વર્ષિય શેફર શનિવારે એક રેલવે ટ્રેક નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા.

વેઈસબેડન પ્રોસિક્યુશનના કાર્યાલયે જણાવ્યું હતું કે, તેમણે આત્મહત્યા કરી લીધી હોય તેવુ માનવામાં આવે છે. શેફરેના નિધનથી અમને ભારે આઘાત લાગ્યો છે. અમને આ ઘટના માનવામાં આવતી નથી. હેસે જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્કફર્ટનું ગૃહરાજ્ય છે.

હેસે રાજ્યના નાણાંમંત્રી થોમસ શેફર છેલ્લા 10 વર્ષથી હેસ રાજ્યના નાણાં પ્રધાન હતા અને કોરોનાની મહામારીની આર્થિક અસરને ખાળવા અને આ સ્થિતિમાં કંપનીઓ તથા કામદારોને મદદરૂપ બનવા દિવસ-રાત કામ કરી રહ્યા હતા. તેમની કામ કરવાની તથા સતત ચિંતિત રહેવાની સ્થિતિને જોતા અમે એવુ માની શકીએ છીએ કે તે ઊંડા ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને આ સંજોગોમાં આત્મહત્યાનું પગલુ ભર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો