કોરોનાની રસી શોધવાની દિશામાં ગુજરાતને મોટી સફળતા, આ કામ કરવામાં બન્યું દેશનું એકમાત્ર રાજ્ય

ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં ગુજરાતીઓ સફળ રહ્યા ત્યાર બાદ PPE સુટ બનાવવામાં પણ સફળ રહ્યા ત્યારે ગુજરાતની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢવામાં આવી છે જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા રહેશે.

CMOના ટ્વીટર પર થઈ ટ્વીટ

સીએમ ઓફિસના ઓફિશિયલ ટ્વીટર પેજ સીએમઓ ગુજરાત તરફથી સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી છે.

ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ( GBRC )નાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે, દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વંશસૂત્ર મળતા દવા સહિતની શોધ સરળ

ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસ કોવિદ 19ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.

વંશસૂત્ર મળતા દવા સહિતની શોધ સરળ

ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસ કોવિદ 19ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.

સમગ્ર રચનાની GBRCના ડાયરેક્ટરે માહિતી આપી

GBRCના ડાયરેક્ટર પ્રો. ચૈતન્ય જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે, ન્યુકલિક એસિડ ડીએનએ અથવા તો આરએનએ હોઈ શકે છે. માણસમાં ન્યુક્લિક એસિડ હોય છે એ ડીએનએ હોય છે. જ્યારે ઘણા વાઈરસમાં ડીએનએ અને ઘણા વાઈરસમાં આરએનએ સંરચના હોય છે. કોરોના વાઈરસની સંરચના આરએનએની (રાઈબોન્યુકિલિક એસિડ) છે. માણસ, પશુ કે વનસ્પતિ દરેકની સંરચના સંપૂર્ણપણે ન્યુક્લિક એસિડ હોય ડીએનએના આધારે નક્કી થતી હોય છે. તેવી જ રીતે વાઈરસની સંરચના તેમજ તેની પ્રકૃતિ ન્યુક્લિક એસિડના આધારે નક્કી થતી હોય છે.

કોમ્પ્યુટરથી લેબોરેટરી સુધીની ચકાસણી ઝડપી બને

આ સંરચનાનો અભ્યાસ કરવામાં આવે તેની પ્રકૃતિ સમજવામાં આવે તો વાઈરસને કેવી રીતે ટેકલ કરવો, તેને હેન્ડલ કરવો જેથી તેની રોગ પ્રસરવાની તીવ્રતા છે તેને કેવી રીતે ઘટાડી શકીએ કે નાબૂદ કરી શકીએ એ સમજી શકીએ છીએ. તેની સામે કોઈ દવા આપણે બનાવી હોય તો તે દવા અસરકારક રહેશે કે નહીં કોમ્પ્યુટર લેવલે તેને ચકાસી શકીએ છીએ. કોમ્પ્યુટર લેવલે ચકાસ્યા પછી તેને લેબોરેટરી લેવલે ચકાસી શકીએ છીએ. ત્યારબાદ તેને એક્યુઅલ ટ્રાયલમાં લઈ શકીએ છીએ. જ્યાં સુધી આપણી પાસે તેના ન્યુક્લિક એસિડની સંરચના હાજર હોય તેને કોમ્પ્યુટર લેવલે દવા કામ કરશે કે નહીં તે લેબોરેટરીમાં પ્રયોગ કરીએ જે તે સમયે એક કમ્પાઉન્ડ કે બે કમ્પાઉન્ડ કે પાંચ કમ્પાઉન્ડનો પ્રયત્ન કરી શકીએ છીએ. તેની સામે જીનોમ સંરચના આપણી પાસે હાજર હોય તો કોમ્પ્યુટર લેવલે જ આપણે હજારો નહીં પણ મિલિયન્સ ઓફ કમ્પાઉન્ડ એની સાથે ટેસ્ટ કરી શકીએ. ટેસ્ટ બાદ કયું કમ્પાઉન્ડ કામ કરશે તેને નેરોડાઉન કરીએ અને જે ઈફેક્ટવલી કમ્પાઉન્ડ મળે એને જ આપણે લેબોરેટરી લેવલે લઈ શકીએ છીએ જેમાં આપણને સફળ થવાના ચાન્સિસ છે.

બેઝિક લેવલની કામગીરી

અત્યારે જે કામ કરવામાં આવ્યું છે એ બેઝિક લેવલનું છે. વાઈરસ હોય તેને ખરેખર પેસન્ટમાંથી વાઈરસ આઈસોલેટ કરીને સંરચના તપાસીએ છીએ. માણસ પ્રાણીઓ કે વનસ્પિતમાં ન્યુટ્રિશનમાં ચેન્જિસનો રેટ ઓછો હોય. પરંતુ જેમજેમ નીચે જઈએ તેમ બેક્ટેરિયા ન્યુટ્રિશનમાં રેટ ઓછો હોય છે. વાઈરસ સંરચના બદલતો રહે છે તેને સર્વાઈવ થવું હોય નવું વાતાવરણ બદલાય અને તેમાં ટકી રહેવું હોય. ડ્રગ્સ ડેવલપ કરેલું હોય વેક્સિન ડેવલપ કરેલું હોય ત્યારે તેની સંરચનામાં ફેરફાર કરીને પ્રયત્ન કરતું રહે છે. આપણે વાઈરસની સ્ટડી કરીએ તો જે પણ ચેન્જિસ હોય તેની સામે આપણે કઈ દવા વધુ અસરકારક રહેશે અને કયુ વેક્સિન બની શકીએ તે આપણે સમજી શકીએ.

જીનોમ સંરચના નક્કી કરી અન્ય સેમ્પલનો અભ્યાસ

અત્યારે અમે એક પેશન્ટમાંથી વાઈરસના જીનોમ-સંરચના નક્કી કરી છે. તેની અંદર અમને જે ન્યુટ્રિશન મળ્યા છે. તેના ઉપર અમે અભ્યાસ શરૂ કર્યો છે. ઉપરાંત ગુજરાતભરમાંથી અલગ અલગ લોકેશન પરથી સેમ્પલ કલેક્ટ કર્યા છે અને એમાં પણ એ વાઈરસના સેમ્પલના જીનોમનું સંપૂર્ણ એનાલિસિસ કરવાનું છે. લગભગ 100 જેટલા આઈસોલેટ વાઈરસનું જીનોમ સીકવન્સિંગ કરીશું. તેના આધારે ડ્રગ ડેવલપમેન્ટ સ્ટ્રેટર્જી અને વેક્સિન ડેવલપમેન્ટની સ્ટ્રેટર્જી વિચારીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો