ગારીયાધારના પરવડીની માધવ ગૌ શાળાને મળ્યું એક કલાકમાં પાંચ કરોડનું દાન

ગારીયાધાર પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ માધવ ગૌશાળા આયોજિત પ્રેરોકત્સવ ગૌસંવર્ધન ઓર્ગેનિક કૃષિ ઝેર મુક્ત જીવન માટે કૃષિ શિબિર માં એક કલાક માં પાંચ કરોડ થી વધુ નું અનુદાન માધવ ગૌશાળા ની નવી જમીન ભામાશ લવજીભાઈ બાદશાહ ના વરદ હસ્તે ભૂમિ પૂજન માધવ ગૌશાળા ના મુખ્ય દાતા માધવજીભાઈ માગુકિયા લેન્ડ માર્ક સહિત ગુજરાત ભરના શહેરો સુરત, મુંબઈ, અમદાવાદ વડોદરા ભાવનગર રાજકોટ માં થી પધારેલ નામી અનામી દાતા ઓ ની ઉદારતા નું ઉમદા ઉદારણ એક કલાક માં ગૌશાળા ગૌસંવર્ધન ઓર્ગેનિક કૃષિ તરફ ખેડૂતો ને વાળવા ઝીરો બજેટ કૃષિ માર્ગદર્શન શિબિર અને ડાયરો યોજાયો હતો આ ભવ્ય કાર્યક્રમ માં માનવતા લક્ષી સેવા માટે મેળવડા માં રક્તદાન શિબિર માં એક કલાક માં ખૂબ મોટી સંખ્યા માં રક્તદાન કરાયું જે માનવસેવા ટ્રસ્ટ ટીમ્બિ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ને અર્પણ કરાયું.

ગારીયાધાર ના પરવડી ખાતે માધવ ગૌશાળા માં ગૌ સેવા ની પ્રવૃત્તિ નો વ્યાપ વધે ગૌસંવર્ધન મારફતે પરમાર્થ સાથે પર્યાવરણ પ્રકૃતિ જળવાય જીવામૃત ગૌમૂત્ર નો ખેતી માં વધુ ઉપીયોગ થાય ઓર્ગેનિક કૃષિ ઝેર મુક્ત જીવન માટે કૃષિ ના ઋષિ નિષ્ણાંત વક્તા દ્વારા સુંદર માર્ગદર્શન સાથે ગૌશાળા ની નવી જમીન માં લવજીભાઈ બાદશાહ ના વરદહસ્તે ભૂમિ પૂજન કરાયું પી એ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા ના મુખ્ય દાતા માધવભાઈ માગુકિયા લેન્ડ માર્ક સહિત નું ભવ્ય બહુમાન એક કલાક માં પાંચ કરોડ નું અનુદાન મેળવતી માધવ ગૌશાળા નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

આવા ઉમદા અને ભગીરથ કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો