સુરતની હ્રદય દ્વાવક ઘટના ‘તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે’, વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત

સુરત શહેરના ડભોલીમાં ગેરેજમાલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. 41 હજાર સામે 2 લાખ રૂપિયા માગી ત્રાસ આપવામાં આવતાં ગેરેજમાલિકે કંટાળીને આપઘાત કરી લીધો હતો. ગેરેજમાલિકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે દુકાન રાખી એને 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા પણ દેતા નથી. સાહેબ, મને ધમકી આપે છે, ડરાવે છે, તારે દુકાન વેચવી હોય તો મને આપવી પડશે. લીધેલા 41 હજારના 2 લાખ માગી ત્રાસ આપે છે.

41 હજારની સામે 2 લાખ પડાવવા ત્રાસ આપતા હતા

ડભોલીના પરસોત્તમભાઈ ભારદ્વાજ ગેરેજ ધરાવે છે. તેમણે રમેશ રબારી અને દિનેશ રબારી પાસેથી 41 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે 81 હજાર ચૂકવી દીધા હતા. જોકે પરસોત્તમભાઈને 2 લાખ પડાવવા વ્યાજખોરોએ ત્રાસ આપતાં તેમણે આત્મહત્યા કરી લીધી હતી. પરસોત્તમમભાઇએ ઘરની ઉપર ત્રીજા માળે આવેલી પતરાંવાળી રૂમમાં છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

અક્ષરશઃ સુસાઇડ નોટ

સાહેબ, રમેશભાઈ રબારી તથા દિનેશભાઈ રબારી મારી દુકાન વિઠ્ઠલનગર લંબોજ એપાર્ટમેન્ટ છે. મેં દુકાન રાખી એને 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા પણ દેતા નથી. સાહેબ, મને ધમકી આપે છે, ડરાવે છે, તારે દુકાન વેચવી હોય તો મને આપવી પડશે. નહીંતર દુકાન વેચવા નહીં દઉં કહી દુકાન આગળ બેસી ગયા. શુક્રવારે દીપક ચંપકભાઈ જેઠવા તથા મેહુલ વિઠ્ઠલ દુકાન વાંધામાં હતી અમને ખબર નહોતી. રમેશભાઈ રબારી પોલીસ કમિશનર પાસે જાય તોય અમને ફરક નો પડે. તારે ગમે તે પોલીસ પાસે જાઓ, મને કોઈ વાંધો નથી. દુકાન ખોલવી હોય તો મને 80,000 આપવા પડશે. દુકાન ખોલીશ તો હાથ પણ ભાંગી નાખીશ. ડરના મારે મેં 40000 આપેલા છે. તા. 6-09-2019ને શુક્રવારે આપેલા છે. સવારે 9.30 વાગ્યે આપેલા છે. દિનેશ રબારી અને રમેશ રબારી મારવાની ધમકી આપે છે.

દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

પરસોત્તમભાઈ ભારદ્વાજે વ્યાજખોરોના ત્રાસથી આપઘાતને લઈને તેમના પુત્ર અમિતે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે રમેશ રબારી અને દિનેશ રબારી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો