સુરત છો઼ડીને ફરાર થઈ ગયેલ ફિલ્મોના ડોન જેવો કુખ્યાત લાલુ જાલિમ UPથી પકડાયો, ગુજસીટોકના કેસમાં હતો ફરાર

ગુજસીટોક (GujCTOC)હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયેલા અમરોલીમાં માથાભારે લાલુ જાલિમને (LaLu Jalim) ઝડપી પાડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના બનારસ ખાતેથી લાલુ જાલિમને પકડી પાડી સુરત લઈને આવી છે.    

સુત્રોના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સક્રિય ગેંગનો સફાયો કરવા માટે રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા આતંકવાદ અ્ને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની શરુઆત કરી હતી. અને અલગ અલગ ગેંગ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનાઓ દાખલ કર્યા હતા જેમાં અમરોલી વિસ્તારના કુખ્યાત લાલુ જાલિમ ગેંગ સામે પણ ગાળિયો કસ્યો હતો. ફિલ્મી ડોન જેવી જિંદગી જીવતા જાલીમને પણ આખરે પોલીસ ઝડપી પાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લાલુ જાલિમ, દિપક જાગીન્દર જયસ્વાલ, શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા, શિવમ ઉર્ફે ફેનીલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપુત, નિલેશ ઉર્ફે મીયો દિલીપ, જગદીશ ઉર્ફે ભાઈ ચોટલી કરશન કંટારીયા, આશિષ ઉર્ફે ચીકનો ઉમાશંકર પાંડે, નિકુંજ ઉમેશ ચૌહાણ, રવિ ઉર્ફે ધાનુ શાલીગ્રામ સીતારામ શિંદે, નયન વસંત બારોટ અને અવનેશકુમાર ઉર્ફે અન્નુ દશરથસીંગ રાજપુત સામે ગુનો નોંધ્યો હતો. ગીજસીટોકના ગુનો દાખલ થવાની સાથે જ લાલુ જાલિમ ફરાર થઈ ગયો હતો. પોલીસે જેતે સમયે તેના સાગરીતોની ધરપકડ કરી હતી.

જયારે નાસતા ફરતા લાલુ જાલિમને પકડવા માટે બાતમીદારોનું નેટવર્ક કામે લગાડ્યું હતું. એ.સી.પી આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસ દરમ્યાન સ્ટાફના માણસોને એવી બાતમી મળી હતી કે લાલુ જાલિમ ઉત્તરપ્રદેશના બનારસ ખાતે છે. જે બાતમીને વર્કઆઉટ કરી એક ટીમ બનારસ ખાતે મોકલવામા આવી હતી. જે ટીમે બાતમીના આધારે બનારસથી લાલુ જાલિમને દબોચી લીધો હોવાનુ કહેવાય છે. પોલીસની ટીમ તપાસમાં યુપીમાં જ બાકીના તેના સાગરીતોને ઝડપી પાડવા માટે રોકાય હોવાનું કહેવાય છે.   લાલુ જાલિમ ગેંગ સામે 94 ગુના નોંધાયા છે.    

સુત્રોના જણાવ્યા મુજબ જેકોબ રબારીના અવસાન બાદ લાલુ જાલિમ ગેંગ ઓપરેટ કરવા લાગ્યો હતો.આ ગેંગનો અમરોલી વિસ્તારમાં તો ભારે ત્રાસ હતો જ પણ સાથે શહેરના અન્ય વિસ્તારો અને જિલ્લામાં પણ આતંક મચાવ્યો હતો.

ગેંગ સામે કતારગામ, ઉધના, રાંદેર, ચોકબજાર, મહિધરપુરા, ઉમરા, સુરત રેલવે અને સુરત જિલ્લાના ઓલપાડ સહિતના પોલીસ સ્ટેશનમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ, વ્યથા, મહાવ્યથા, હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મિલ્કત સંહંધી 94 ગુનાઓને,અંજામ આપ્યો હતો.  

ગામમાં સરપંચ બની ગયો? લાલુ જાલિમ તેની સામે ગુજસીકોકનો ગુનો દાખલ થવાની સાથે જ સુરત છો઼ડીને ફરાર થઈ ગયો હતો. લાલુ પોલીસના ડરથી જાણે ગુનાખોરીની લાઈન છોડી દીધી હોય તેમ ઉત્તરપ્રદેશના બનારસ ખાતે આવેલા તેના ગામમાં સરપંચ બની ગયો હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો