સુરતમાં કતારગામની ગેંગરેપ પીડિતાના પિતાનું આરોપીઓના હુમલામાં મોત, સ્મશાનયાત્રામાં સ્વયંભૂ રીતે જ લોકો જોડાયા

કતારગામમાં 6 મહિના પહેલા 16 વર્ષની કિશોરી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ ગુજારનારાઓ પૈકીનો એક આરોપી જય ખોખરિયાએ બાદમાં પણ કિશોરીની છેડતી કરતા કિશોરીના પિતા અને ભાઈ જયને ઠપકો આપવા જતા જય અને તેના ભાઈ અને સાગરિતોએ કિશોરીના પિતા અને ભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઇજા પામેલા પિતાનું 13 દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. તેમની સ્મશાનયાત્રામાં સ્વયંભૂ રીતે લોકો જોડાયા હતા.

ઘટના શું હતી?

કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષિય મોહિની( નામ બદલ્યું છે) પર આરોપી જય ખોખરિયા અને તેના મિત્રોએ 6 મહિના પહેલા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.ત્યાર બાદ પણ મોહિનીની છેડતી કરાતી હતી. જેની જાણ પરિવારને થતા બાર દિવસ પહેલા મોહિનીના પિતા જય ખોખરીયાને ઠપકો આપવા માટે કતારગામ હાથી મંદિર પાસે ગયા હતા. ત્યાં જય, તેનો ભાઈ જીતુ અને અન્ય પાંચ જણાએ મોહિનીના પિતા અને ભાઈ પર ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં પિતાને ગંભીર ઇજા થઈ હતી. તે સમયે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ મોહિનીએ જય ખોખરિયા અને તેના સાગરિતો વિરુદ્ધ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. મોહિનીના પિતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં 13 દિવસની સારવાર બાદ પિતાનું મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાની કલમ ઉમેરી છે. મૃતકની અંતિમવિધિમાં હજારો લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા. આ ગેંગરેપ કેસમાં પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

આરોપી જયેશના પખવાડીયા અગાઉ લગ્ન થયેલા

ગેંગરેપમાં મુખ્ય આરોપી જયેશ ઉર્ફે લાલો જાધવ ખોખરીયા સહિત છની પોલીસે ધરપકડ કરી હતી. જયેશ કતારગામ આંબાતલાડીમાં હરીધામ સોસાયટીમાં રહે છે અને એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરે છે. 21 વર્ષીય જયેશ ખોખરીયાના 15 દિવસ પહેલા લગ્ન થયા હતા. જયેશ ખોખરીયાની સાથે અન્ય બે મિત્રો સામેલ હતા. સાથે જ મદદગારી કરનારા પણ અન્ય ત્રણ હતાં એમ પોલીસે તમામ છ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં તેના બે મિત્રોના નામ, ઉપરાંત કાર કોની હતી તેમજ વિદ્યાર્થિની કોના ખેતરમાં લઈ જઈ રેપ કર્યો આ તમામ પાસાઓને પોલીસ તપાસ કરી રહી છે.

દુષ્કર્મના ફોટો પાડી લીધા હતાં

સગીર વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાયરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ છ મહિના પહેલા બન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો