સુરતમાં મહિલા પર ગેંગરેપ: ફાર્મહાઉસમાં દારૂ પીવડાવી શાળા સંચાલકે મિત્રો સાથે મળી પીંખી નાખી

રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના કેસો સામે આવતા હોય છે. દિલ્હીમાં નિર્ભયા કાંડમાં હવસખોરો જેલમાં બંધ છે. તેમની ફાંસીને લઈને હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. ત્યારે સુરતમાં એક મોટા દુષ્કર્મની ઘટના સામે આવી રહી છે. બે સંતાનોની માતાને લગ્નની લાલચે આપીને દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં સુરતની જાણીતી મુનિ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલક સહિત બે મિત્રો પર મોટા આરોપ લાગ્યા છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે પરેશ તળાવિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતની જાણીતી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેમના બે મિત્રોએ એક વિધવા મહિલા પર ફાર્મ હાઉસમાં લઈ જઈને ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. પીડિત મહિલાએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સુરતની મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તલાવિયાએ મિત્રો સાથે મળી ઢોરમાર મારી અને મહિલાના ગુપ્ત ભાગે દારૂની બોટલોથી ઇજા કરી હતી.

મહિલાએ પોલીસને કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પરેશે મોડી રાત્રે નશાની હાલતમાં મારા ઘરે આવ્યો હતો અને મારા પુત્રી અને પુત્રની હાજરીમાં જ મારી છેડતી કરી હતી. જોકે આ બાબતનો મારા બાળકોએ વિરોધ કરતા સંચાલકે પુત્રને ઢોર માર મારી હથિયાર બતાવીને બીજા રૂમમાં પૂરી દીધા હતા. ત્યારબાદ પરેશે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના દરમિયાન પરેશે મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો અને ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા.

થોડા સમય બાદ શાળાના સંચાલકના મનમાં ફરીથી કીડો ખદબદયો હતો અને મારી સાથે સમાધાનના બહાને ફાર્મ હાઉસ પર બોલાવી હતી. જ્યાં મને લઈ જઈને મારી સાથે બળજબરીથી મને બાંધી દીધી હતી. ત્યારબાદ મને દારૂ પીવડાવી સ્કૂલના સંચાલક પરેશે મિત્રો સાથે મળીને મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, ત્યાં પીડિતાને ઢોર માર મારીને યુવતીના ગુપ્ત ભાગે દારૂની બોટલોથી ઇજા પણ કરવામાં આવી હતી. જેથી યુવતી બેભાન થઈ ગઈ હતી અને આ નરાધમો યુવતીને ફાર્મ હાઉસના રૂમમાં પૂરીને ફરાર થઈ ગયા હતા.

જોકે, મહિલાના જણાવ્યા મુજબ ગેંગરેપ કર્યા બાદ આરોપીઓનો ત્રાસ વધી જતાં અંતે યુવતીએ સમગ્ર મામલાની જાણ તેના પરિવારજનોને કરતા પરિવારજનો સાથે મળીને સંચાલક અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તલાવીયાની ધરપકડ કરી હતી અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. તમને જણાવીએ કે આ ઘટના ત્રણ મહિના જૂની છે જેમાં મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે.

કોણ છે પીડિતા મહિલા?

સુરતની આ ઘટનામાં ભોગ બનનાર મહિલા મૂળ ગોંડલની છે. તેના લગ્ન સુરતમાં થયા છે. પુત્ર તેમજ પુત્રીના અભ્યાસ માટે એકલી રહેતી હતી. ત્યારબાદ અમરેલી લાઠી નજીક ગામના વતની પરેશ તળાવિયા કે જે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક છે અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની સાથે મહિલાનો પરિચય થયો હતો. પરેશે યુવતીને ઘર ચલાવવામાં આર્થિક રીતે મદદરૂપ બની તેનો વિશ્વાસ હાસંલ કરી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો