પૂર્વ સરપંચ સહિત બે લોકોએ પત્ની પર કર્યો ગેંગરેપ, પતિએ બદલો લેવા બનાવ્યો ભયંકર પ્લાન, ખુલાસો થતાં પોલીસ પણ ચોંકી ગઈ

ઉજ્જૈનના રતલામ જિલ્લામાં એક સનસનાટીભરી હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ જાણીને તમારૂ કાળજું પણ કંપી ઉઠશે. પત્ની સાથે થયેલા ગેંગરેપનો બદલો લેવા માટે પતિએ ફિલ્મી સ્ટાઈલથી જોરદાર કાવતરૂ રચ્યું અને અંજામ આપ્યો. પતિએ ડેટોનેટર અને જિલેટિન દ્વારા બ્લાસ્ટ કર્યો. બ્લાસ્ટમાં ગેંગરેપના એક આરોપીનું મોત થયુ હતુ. પોલીસે હત્યાનો ચોંકાવનારો ખુલાસો કરવાની સાથે આરોપીને પણ ઝડપી પાડ્યો અને ગેંગરેપનો કેસ પણ દાખલ કર્યો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રતલામના રત્તાગઢખેડામાં ચાર જાન્યુઆરીએ ડેટોનેટર અને જિલેટિન દ્વારા લાલ સિંહના ખેતરમાં એક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં લાલા સિંહનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. રતલામના એસપી ગૌરવ તિવારીએ હત્યાનો ભેદ ઉકેલવા માટે ત્રણ પોલીસ સ્ટેશનના અધિકારીઓને તપાસ માટે દોડાવ્યા હતા. હત્યાનો ખુલાસો કરવા માટે દસ હજાર રુપિયાનું ઈનામ પણ રાખ્યુ હતુ. હત્યાકાંડનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. એસપી ગૌરવ તિવારીએ જણાવ્યું કે, આ હત્યામાં રત્તાગઢખેડામાં જ રહેતા સુરેશ લોઢાનો હાથ હતો.

સુરેશે સિમલાવદામા રહેતા એક શખ્સ પાસેથી ડેટોનેટર અને જિલેટિન ખરીદ્યા હતા. એ પછી એનું કનેક્શન લાલા સિંહના ખેતરમાં બોરિંગના સ્ટાર્ટર સાથે કરી દીધું. જેવી લાલા સિંહે મોટર ચાલુ કરી કે તરત જ જોરદાર બ્લાસ્ટ થયો અને તેનું મોત નીપજ્યું. પોલીસે આરોપીને મંદસૌરથી ઝડપી પાડ્યો છે. આ સિવાય જ્યાંથી આ સામગ્રી ખરીદવામાં આવી હતી અને પણ આરોપી બનાવવામાં આવ્યો છે.

હત્યાનો ખુલાસો કરતા એસપી ગૌરવ તિવારીએ જણાવ્યું કે, સુરેશ લોઢાની પત્ની ગામના સરપંચ ભંવરલાલના ત્યાં કામ કરતી હતી. આરોપી ભંવરલાલે તકનો લાભ લઈને સુરેશની પત્ની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં લાલા સિંહ અને દિનેશ જાધવે તેનો સાથ આપ્યો હતો. આ ગેંગરેપની ફરિયાદ સુરેશે પોલીસ સ્ટેશનમાં નોંધાવવાના બદલે બદલો લેવાનું નક્કી કર્યું.

આ ઘટનાના છ મહિના પહેલાં સુરેશે પૂર્વ સરપંચ ભંવરલાલના ખેતરમાં ડેટોનેટર અને જિલેટિન દ્વારા તેની હત્યા કરવાનું કાવતરૂ રચ્યું હતું. બ્લાસ્ટ થયો પણ સદનસીબે પૂર્વ સરપંચ ભંવરલાલ બચી ગયો. આ ઘટના બાદ ભંવરલાલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ કરી નહોતી. કારણ કે એ જાણતો નહોતો કે તેની હત્યાનું કાવતરૂ રચવામાં આવ્યું હતું. તેણે આ ઘટનાને દુર્ઘટના સમજી લીધી.

તો લાલ સિંહની હત્યાનો ખુલાસો કરીવે પોલીસે સુરેશનું નિવેદન નોંધ્યુ છે અને ગેંગરેપની ફરિયાદ પણ દાખલ કરી છે. ગેંગરેપ મામલે પૂર્વ સરપંચ ભંવરલાલ, લાલા સિંહ અને દિનેશ જાધવ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી ભંવરલાલ અને દિનેશ જાધવની ધરપકડ કરીને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો