સફેદ કફનનો પણ કાળો ધંધો: ચિતાઓ પરથી ઉતારેલા કફન પર નવું સ્ટીકર લગાવીને વેચતી ટોળકી પકડાઈ

કોરોના વાયરસની મહામારીમાં લોકો અનેક મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જરૂરી દવાઓ અને વેક્સીનની કાળા બજારીની ઘટનાઓ સામે આવી રહી છે તો એવી પણ ઘટના સામે આવી કે જેમાં જૂના, ઉપયોગ થયેલા ગ્લવ્સ ધોઈને વેચવામાં આવી રહ્યા હતા. આવી જ એક ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશનામાં, પરંતુ અહીં ગ્લવ્સ નહીં, અહીં ચિતાઓ પરથી ઉતરેલા કફન પર નવું લેબલ લગાવીને સફેદ કફનોનો કાળો વેપાર ચલાવવામાં આવી રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં સ્મશાન અને કબ્રસ્તાનથી કફન ચોરીને તેને ફરી વેચનારી એક ટોળકીનો પરદાફાસ થયો છે. ગેંગમાં એક કાપડ વેપારી, તેનો મોટો પુત્ર અને ભત્રીજો સામેલ છે. તેમની સાથે તેમની દુકાન પર કામ કરનાર 4 કર્મચારી અને સ્મશાન ઘાટ પર મજૂરી કરનારા લોકો પણ જોડાઈ ગયા છે. પોલીસે આ બધાની ધરપકડ કરી લીધી છે. ગેંગના માસ્ટર માઈન્ડે સ્મશાનો અને કબ્રસ્તાનો પર શવો પરના કફનના કપડાં ચોરવા માટે 300 રૂપિયા દહાડી મજૂર રાખ્યો હતો.

મહત્ત્વની વાત એ છે કે ચોરેલા કફન એ લોકોના પણ હતા જેમના મોત કોરોના સંક્રમણથી થયા હતા. આરોપી વેપારી શવોથી ઉતરેલા કફન ધોવાડ્યા બાદ પ્રેસ કરાવી દેતો હતો. ત્યારબાદ ગ્વાલિયર માર્કનું સ્ટીકર લગાવીને રિપેકિંગ કરીને તેને વેચી દેતો હતો. એક કફનની કિંમત 300 રૂપિયા લેવામાં આવતી હતી. CO બડૌત આલોક સિંહે જણાવ્યું કે સ્મશાન ઘાટ, કબ્રસ્તાન પર રહેનારા લોકોને 300-40 રૂપિયાની લાલચ આપીને શવના કફન, કુરિતા-પાઈજામાં, કમીઝ ધોતી ચોરતા હતા.

ત્યારબાદ કપડાઓને પ્રેસ કરીને તેને નકલી રિબિન અને ગ્વાલિયર કંપનીના સ્ટીકર લગાવીને બજારમાં વેચી દેતા હતા. પોલીસના બાતમીદારની જાણકારીના આધારે છાપેમારી કરીને ગેંગને પકડવામાં આવી છે. ઘટનાસ્થળ પરથી 10 ગાંસડી કફન અને કપડાં મળી આવ્યા છે. પકડાઈ ગયેલા આરોપીઓમાં બડૌતની નવી માર્કેટનો રહેવાસી પ્રવીણ જૈન, તેનો પુત્ર આશિષ જૈન અને ભત્રીજો ઋષભ જૈન, છપરોલી સબગા ગામનો શ્રાવણ કુમાર શર્મા સામેલ છે.

તેમના સિવાય રાજૂ શર્મા, બબલૂ અને શાહરૂખને પણ પકડવામાં આવ્યો છે. આ બધા કપડાના વેપારી છે. આરોપીઓ પર કલમ 144નું ઉલ્લંઘન અને મહામારી અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી સફેદ અને પીળી ચાદર (કફન) 520, કુર્તા-177, સફેદ કમીઝ-140, સફેદ ધોતી-34, ગરમ શોલ રંગીન-12, ધોતી (મહિલા)-52, રિબિન પેકેટ-3 રિબિન ગ્વાલિયા-158, ટેપ કટર-01, ગ્વાલિયરની કંપનીના સ્ટીકર-112

ઇન્સપેક્ટર બડૌતે કહ્યું કે અજય શર્માએ કહ્યું કે આરોપીઓ પાસેથી તેમની ટોળકીના અન્ય સભ્યોની પૂછપરછ કરવામાં આવી છે. જાણવા મળ્યું કે આરોપી વેપારી છેલ્લાં 10 વર્ષથી કફન અને કપડાં ચોરી કરાવીને ધોવાડી-રિપેકિંગ બાદ ફરી ગ્રાહકોને વેચી દેતો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો