ભાદરવા સુદ ચૌદસ એટલે ગણેશ ઉત્સવ સમાપ્તિ, જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

આજે ભાદરવા સુદ ચૌદસની વૃદ્ધિ તિથિ જેને અનંત ચતુર્દશી, શ્રી ગણેશ મહા ઉત્સવ સમાપ્તિ તરીકે ગણવામાં આવે છે. આખા દિવસમાં ગમે ત્યારે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકાય, કારણ કે ભદ્રા કે વિષ્ટી જેવો યોગ બનતો નથી માટે આખા દિવસમાં ગમે ત્યારે અનુકૂળતા મુજબ ગણેશ વિસર્જન કરી શકાય.

માટીની મૂર્તિ હોય તો અવશ્ય પોતાના ઘરમાં પાણી ભરેલા ટબમાં મૂર્તિ પધરાવીને વિસર્જન કરવું. તેની માટી તુલસી ક્યારે કે આસોપાલવના ક્યારે નાખી દેવી. જેનાથી ઘર ઓફિસમાં બરકત વધશે. દુંદાળા દેવની જે સ્થાપના કરેલ હતી તેનું વિધિવત રીતે વિસર્જન પૂજા કરવી અતિ આવશ્યક છે. રિદ્ધિ-સિદ્ધિના દાતા અમારા ઘરમાં, પરિવારમાં, ઓફિસમાં આવતા રહેજો. અમારી ઉપર કૃપાદૃષ્ટિ વરસાવતા રહેજો. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા મુજબ નીચેના શુભ મુહૂર્ત એ વિસર્જન કરી શકાય.

ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

તારીખ 12/09/2019 , ગુરુવાર

શુભ ચોધડીયું ૬.૨૬થી ૭.૫૮

ચલ ચોધડીયુ ૧૧.૦૬થી ૧૨.૩૮

લાભ ચોધડીયુ ૧૨.૩૮થી ૧૪.૧૨

અમૃત ચોઘડીયુ ૧૪.૧૨થી ૧૫.૪૫

શુભ ચોધડીયુ ૧૭.૧૯ થી ૧૮.૫૨

અમૃત ચોઘડીયું ૧૮.૫૨ થી ૨૦.૧૯

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો