આ વખતે ગણેશ સ્થાપના ક્યારે કરશો? જાણો – સૌથી સારા ગણેશ સ્થાપના માટેના શુભ મુહૂર્ત

ભાદરવા માસની સુદ પક્ષની ચોથ ને ગણેશચતુર્થી ઉત્સવ તરીકે મનાવવામાં આવશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટૃના જણાવ્યાનુસાર ગણેશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, શિવપુરાણ આધારીત આવા શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. તેનું જ્યોતિષ શાસ્ત્ર તથા આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ રહેલું છે. કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની સ્તુતિ વંદના પ્રથમ કરવામાં આવે છે. ગણેશ ઉત્સવના પહેલા દિવસે ગણેશજીની સ્થાપના વિધિવત કરવામાં આવશે સાથે શ્રદ્ધા, ભાવ ભક્તિ પૂર્વક તેમની પૂજા અર્ચના કરવામાં આવશે. અંતે ગણેશ વિસર્જન કરવામાં આવે છે, શ્રદ્ધાળુ ભક્તો પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર ગણેશજીની સ્થાપના કરે છે. દોઢ દિવસથી લગાવીને કોઈ 3,5,7,11 દિવસ સુધી સતત ગણેશજીની સ્થાપના કરતા હોય છે.

ગણેશ ચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, જે વિશેષ મુહૂર્તમાં કરવી જોઈએ. આ વર્ષે ચતુર્થી 2 સપ્ટેમ્બરના રોજ આવી રહી છે. ગણેશ સ્થાપના માટેનું શુભ મુહૂર્ત તા.2-9-2019ને સોમવારે છે

અમૃત ચોધડીયુ : ૬.૨૩ થી ૭.૫૭

શૂભ ચોધડીયુ : ૯.૩૧ થી ૧૧.૦૫

ચલ ચોધડીયુ : ૨.૫૩ થી ૩.૨૭

લાભ ચોધડીયુ : ૩.૨૭ થી ૫.૨૧.

અમૃત ચોધડીયુ : ૫.૨૧ થી ૬.૫૫

અંકશાસ્ત્ર પ્રમાણે શ્રેષ્ઠ મુરત

—————–
સવારે ૯.૦૯ થી

સવારે ૯.૫૪ થી

બપોરે ૩.૩૩ થી

બપોરે ૪.૫૯ થી

સાંજે ૫.૪૯ થી

સાંજે ૬.૩૯ થી
————–
અભિજિત મુહૂર્ત ૧૨.૧૨ થી ૧૨.૪૧

ભગવાન ગણેશજીની માટીની મૂર્તિ ખરીદવા જાઓ ત્યારે વેપારી તેની જે કિંમત કહે તેની ઉપર વધારાનો સવા રૂપિયો ઉમેરી ને પુર્વ દિશા બાજુ થી નીકળી ને મૂર્તિ ઘરે લાવી.

ગણેશજીની ઉત્પતિની કથા

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. તે સમયે પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો