સુરતમાં લાખોના હપ્તા આપતા મોટા જુગારધામમાં 100 લોકો ઝડપાતા PI સસ્પેન્ડ, ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સે દરોડા પાડતાં જુગારીઓને ઝડપી પાડયા

સુરત શહેર (Surat City)ના રાંદેર (Rander Area) વિસ્તારમાં જુગારધામ (Gambling) પર અવારનવાર પોલીસ રેડ કરે છે અને જુગારીઓને ઝડપી પણ પાડે છે પરંતુ ત્યાંના સ્થાનિક લોકોનું માનીએ તો સ્થાનિક પોલીસ (Rander Police) મોટી માત્રામાં લોકો જ્યાં જુગારધામ ચલાવે છે તેમને છાવરે છે. ત્યારે ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સ (State Vigilance of Gandhinagar) ટીમે રાંદેરમાં ચાલતા એક મોટા જુગારધામ પર દરોડા પાડયા હતા અને 100 જેટલા જુગારીઓને ઝડપી પાડયા હતા. અને તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે રાંદેરમાં ભર બપોરે સ્ટેટ વિજિલન્સની ટીમનાં દરોડાને પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થવા પામ્યા હતા. ત્યારે આ મામલે સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ પોલીસ કમિશનરે રાંદેરના PI વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે. આ મામલે રાંદેરના પોલીસ ઇન્સપેક્ટર અજય બલદાનિયાને પોલીસ કમિશનર તોમર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરતના રાંદેર રોડ પર એક મકાનમાં ગત કેટલાક સમયથી મોટું જુગાર ધામ ચાલતું હોવાનું સ્ટેટ્સ વિજિલસના સ્ટફને જાણકારી મળતા દરોડો પાડ્યો હતો, જ્યાં જુગાર રમતા 100 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે એવી પણ જાણકારી સામે આવી રહી છે કે, અહિં જુગાર ધામ ચલાવવા માટે જુગારીઓ પોલીસને લાખો રૂપિયાનો હપ્તો આપતા હતા. સ્ટેટ વિજિલન્સના દરોડાને પગલે સ્થાનિક પોલીસ ડીસીબી પીસીબી અને SOGની કામગીરી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. હાલમાં જુગાર ધામ પર પડેલ રેડ બાબતે સેકટર 1ને તપાસ સોંપવામાં આવી છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો