ઓક્સિજન ઘટી જતા 13 વર્ષની દિકરીએ પિતાની સામે જ લીધો આખરી શ્વાસ, પોલીસ જવાન પિતા અને પરિવાર પર આભ ફાટી પડ્યું

ગાંધીનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા એક પોલીસ જવાનની 13 વર્ષની દિકરીના અચાનક મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. ટાઈફોઈડની સારવાર લઈ રહેલી દિકરીનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી જતા તેણે આ ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે સેક્ટર-23ની પોલીસ ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ રાવળની 13 વર્ષની દિકરી ખુશીના અચાનક મોતથી માત્ર પરિવારજનો જ નહીં પરંતુ પોલીસ બેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. ખુશીને તાજેતરમાં સામાન્ય તાવ આવ્યો હતો. આ પૂર્વે તેના પિતા શૈલેષભાઈ પણ કોરોના સંક્રમિત થયા હતા.

જો કે, તેઓને બેઠા કરવામાં પુત્રીનો સિંહફાળો રહ્યો હતો. દિકરીએ આપેલા માનસિક મનોબળથી શૈલેષભાઈએ કોરોનાને હરાવ્યો હતો. પરંતુ તેઓ સાજા થયા બાદ પુત્રી ખુશીને તાવ આવ્યો હતો. દવાખાને રિપોર્ટ કરાવતા તેને ટાઈફોઈડ હોવાનું જણાયું હતું. કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.

પ્રથમ તેને માણસા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ટાઈફોઈડની સારવાર ચાલું હતી ત્યાં ખુશીની તબિયત લથડી હતી. આથી ડોક્ટરની સલાહથી ખુશીને પિતા શૈલેષભાઈ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ યુ.એન.મહેતામાં સારવાર અર્થે લઈ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ ખુશીનું ઓક્સિજન લેવલ સાંઈઠ જેટલું થઈ જતાં તેનું પિતાની નજર સામે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાથી પરિવારજનો પર વર્જઘાત સર્જાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો