ગાંધીજીના પૌત્રવધુનું 93 વર્ષની વયે નિધન, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો

ગાંધીજીના પૌત્ર કનુભાઈ રામદાસ ગાંધીના પત્ની શિવાલક્ષ્મીબેનનું મોડીરાતે સુરતમાં 93 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ સુરત શહેરના ભીમરાડ ગામે છેલ્લાં કેટલાક સમયથી રહેતા હતા. તેમની તબિયત ખરાબ થતા તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ત્યારબાદ આજે ભીમરાડથી ઉમરા સ્મશાન અંતિમયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સાતેક દિવસથી તબિયત ખરાબ હતી

સુરતના ભીમરાડમાં છેલ્લા બે વર્ષથી રહેતા મહાત્મા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીનું 94 વર્ષની વયે ગ્લોબલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. તેઓ થોડા મહિના પહેલાં ઘરમાં પડી ગયાં હતાં. સાતેક દિવસથી તબિયત ખરાબ હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જાણીતા ગાંધીવાદી અગ્રણી પરિમલ દેસાઈ એ કહ્યું હતું કે શિવાલક્ષ્મી ગાંધીની અંતિમયાત્રા ભીમરાડથી ઉમરા સ્મશાન ભૂમિ લઈ જવામાં આવી હતી. જ્યાં તેમનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના કારણે અંતિમયાત્રામાં ઓછાલોકો જ જોડાયા હતા.

2016માં કનુભાઈનું સુરતમાં જ મોત નિપજ્યું હતું

મહાત્મા ગાંધીજીના ત્રીજા નંબરના દીકરા રામદાસને બે દીકરીઓ સુમિત્રાબેન અને ઉષાબેન ઉપરાંત એક દીકરો કનુભાઈ હતા. કનુભાઈના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષ બાદ તેઓ અમેરિકા ચાલ્યા ગયા હતા. 2013માં કનુભાઈ શિવાલક્ષ્મી સાથે ભારત આવ્યા હતા. તેમને કોઈ સંતાન નથી. શરૂમાં દિલ્હી,બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા બાદ 2014માં કનુભાઈ પત્ની સાથે સુરતના શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા. ત્યાં થોડા સમય સુધી રહ્યા બાદ તેઓ ગુજરાતના અલગ-અલગ આશ્રમ અને સંસ્થામાં રહ્યા હતા. તેમાં પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, વેડછી ગાંધી વિદ્યાપીઠ ત્યાર બાદ દિલ્હીમાં પણ રહ્યા હતા. 2016માં કનુભાઈનું સુરતમાં જ મોત નિપજ્યું હતું. ત્યારબાદ શિવાલક્ષ્મીને અલગ-અલગ સંસ્થાઓ રાખતી હતી. છેલ્લે તેમને ભીમરાડ ગામના વતની અને પૂર્વ કોર્પોરેટર બળવંતભાઈએ પોતાના એક ફ્લેટમાં રાખીને સેવા કરતા હતા.

2013માં પાછલી જિંદગી વિતાવવા ભારત પરત ફર્યા હતા

સુરતમાં તેમને શિવા લક્ષ્મી કનુભાઈ રામદાસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી જીવનભરની પૂંજી શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ કલ્યાણ તથા ગાંધી વિચાર ના પ્રસાર પ્રચાર માટે સમર્પિત કરી દીધી હતી. અમેરિકાના નાસામાં તેઓ 25 વર્ષ વૈજ્ઞાનિક રહ્યા હતા બંનેની ઈચ્છા અમદાવાદના ગાંધી આશ્રમમાં રહેવાની હતી. તેઓ 2014માં દિલ્હીના આશ્રમમાં રહેતા હતા ત્યાંથી તેઓ સુરત અંબિકનિકેતન નજીક રહેતા હતાં. 1930 માં દાંડી નમક સત્યાગ્રહ વખતે ગાંધીજીને લાકડી પકડી દોરી જતા બાળકની તસ્વીર ખૂબ લોકપ્રિય બની હતી તે બાળક કનુભાઈ ગાંધી હતા. બંને 2013માં પાછલી જિંદગી વિતાવવા ભારત પરત ફર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો