આ ખેડુતે ઔષધીય ખેતી કરીને બદલી નાખી ખેતીની તસવીર

બિઝેનેસ કરવાનો પહેલો સિદ્ધાંત છે કે તમારામાં કઇક નવું કરવાની ઇચ્છા હોવી. ગોરખપુરના અવિનાશ કુમારે બે વર્ષ પહેલા આ વાત સમજી લીધી હતી. અને એટલે જ તેણે પરંપરાગત ખેતીને છોડી ઔષધી તથા દવાઓના રૂપમાં યુઝ થતા છોડની ખેતી શરૂ કરી, તેનાથી તેની કિસ્મત બદલાવાની સાથે જ અન્ય ખેડુતોને પણ ફાયદો થયો છે.

સરકારી નોકરી છોડી શરૂ કરી ખેતી 

40 વર્ષીય અવિનાશ કુમાર એક સારી સરકારી નોકરી કરી રહ્યો હતો. 2005માં તેણે નોકરી છોડી ગોરખપુર અને મધુબનીમાં પોતાના પૂર્વજોના ખેતરોમાં ખેતી કરવાનું શરૂ કર્યું. પરંતુ પરંપરાગત ખેતીમાં વધારે મહેનત અને ખર્ચ બાદ પણ નફો ઓછો મળી રહ્યો હતો. એવામાં તેણે કઇક અલગ કરવાનો નિર્ણય લીધો. 2016માં તેણે મેડિસનલ છોડની ખેતી કરવાની શરૂઆત કરી. આની ઔષધીના બજારમાં ખુબ જ ડિમાંડ છે. ઘણી કંપનીઓ તેને ખરીદવા માટે તૈયાર રહે છે. એટલે પોતાના 22 એકડના ખેતરોમાં તેણે તુલસી, બ્રહ્મી, આમળા,. શંખપુષ્પી, મંડૂકપર્ણી સહિત ઘણી ઔષધીઓ ઉગાડવાનું શરૂ કર્યું.

1.20 લાખ બે વર્ષમાં બની ગયા 45 લાખ, તુલસી-આમળાએ કરાવી કમાણી

બે વર્ષમાં જ મળી ગયો નફો

અવિનાશે જણાવ્યું કે, આ કામમાં તેની પત્નીએ તેનો ઘણો સાથ આપ્યો. તેણે 32 પ્રકારની ઔષધી પર શોધ કરી કે કયા છોડ કઇ જગ્યા માટે યોગ્ય રહેશે. બંન્નેએ આ ખેતી કરવા માટે 1.20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો. આમા તે ઓર્ગેનિક ખાતરનો પ્રયોગ કરે છે. છેલ્લા વર્ષે તેના ખેતરોમાં તુલસી 800 ક્વિન્ટલનું ઉત્પાદન થયું, કોંચનો પાક 200 ક્વિંટલ થયો. તેણે શબલા સેવા સંસ્થા નામથી પોતાની સંસ્થાની શરૂઆત કરી, જેના તેની પત્ની કિરણ યાદવ પ્રમુખ છે.

ઓછી મહેનતમાં વધારે ફાયદો

પરંપરાગત ખેતીની સરખામણીએ આમા ઓછી મહેનત લાગે છે અને નફો વધારે મળે છે. આમા ખર્ચની સામે 100 ટકા સુધીનો નફો કમાઇ શકાય છે. મધુ તુલસી, બ્રહ્મી જેવા પાકોને એકવાર રોપણ કર્યા બાદ બે વર્ષ સુધી કાપી શકાય છે. ઘઉં, ડાંગરની ખેતીમાં એક એકડ પાકથી 4-5 હજારની કમાણી થઇ શકે છે જ્યારે આમા 30-35 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.

2000 ખેડુતોને જોડ્યા પોતાની સાથે 

આ બે વર્ષ દરમિયાન ડાયરેક્ટ અને પરોક્ષ રૂપથી ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનના 2000 ખેડુતો તેમા જોડાયા, જેમને અવિનાશ કુમાર ઔષધી વિશે વિગતવાર સમજાવે છે અને પરંપરાગત ખેતીમાં વધારે નફો કેવી રીતે મેળવી શકાય તેના વિશે પણ સલાહ આપે છે. તેણે પોતાના ઘરમાં જ ટ્રેનિંગ સેન્ટર ઓપન કર્યું છે. અવિનાશ ખેડુતો પાસેથી આ ઔષધીઓ ખરીદે પણ છે. ખેડુતો પોતાના ખેતરમાં ઔષધી છોડના બીજ રોપે તેની પહેલા જ તે ખેડુતોની સલાહ લઇને પાકની કિંમત નક્કી કરી દે છે, જેનાથી ખેડુતોને કોઇ નુકસાન પહોચતું નથી.

શરૂ કરશે એક્સપોર્ટનું કામ

અવિનાશ કુમારે જણાવ્યું કે 2019થી તે આ ઔષધી છોડને એક્સપોર્ટ કરશે. અમેરિકા અને ગલ્ફ દેશોમાં આ ઔષધીની વધારે ડિમાંડ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો