ગુજરાતમાં દલિતોની દયનીય હાલતઃ દલિત વૃધ્ધના અંતિમ સંસ્કાર માટે સરપંચના પતિએ સ્મશાનનો દરવાજો ન ખોલ્યો, મોતનો મલાજો પણ ન જળવાયો

માંગરોળના શીલ ગામે આજે સવારે ૯ વાગ્યાના અરસામાં એક દલીત વૃધ્ધના મોત બાદ તેની અંતિમવિધિ માટે તેનો મૃતદેહ કલાકો સુધી રઝળી પડયાની ઘટનાની પોલીસ દફ્તરે નોંધાઇ છે. આ મામલે ગામના સરપંચના પતિ અને તાલુકા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય સહિતના ત્રણ સામે પોલીસે ગુન્હો નોધીને રાતે ૮ કલાકે પોલીસ બંદોબસ્ત સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

માંગરોળના શીલ ગામે રહેતા મસરીભાઈ સેજાભાઈ વાઘેલા ઉ.૭૫ નું આજે સવારે શ્વાસની તકલીફ્ના કારણે મોત નીપજતા બપોરે ૩ વાગ્યે તેની અંતિમયાત્રા ગામના સ્મશાને પહોચી હતી, પરંતુ સ્મશાનના દરવાજે તાળું મારેલું હોવાથી મસરીભાઈના પુત્ર પ્રેમજી વાઘેલાએ દરવાજા પાસે ઉભેલા ગામના અરજણ જીણા કામરીયાને તાળું ખોલવાનું કહેતા તેણે ચાવી ન હોવાનું બહાનું બતાવીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને અવરોધ ઉભો કર્યો હતો, જે અંગે ગામના બોલાચાલી થતા અરજણએ કહ્યું કે મને ચાવી આપવાની ના પાડી છે.

બાદમાં કલાકો સુધી સ્મશાનની ચાવી ન મળતા અંતે દલીત પરિવારે પોલીસનો સહારો લીધો હતો અને એસપીને જાણ કરતા આ મામલે તાત્કાલિક પ્રેમજીભાઈની ફરિયાદ પરથી અરજણ જીણા કામરીયા, રાજા હીરા ભરડા (સરપંચનો પતિ, અને તાલુકા પંચાયતનો સભ્ય) અને લખમણ જાદવા ભરડા (જિલ્લા પંચાયતનો સભ્ય) સામે પોલીસે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૪૧, ૫૦૬, ૧૧૪ અબે એટ્રોસિટી મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. બાદમાં રાતે ૮ વાગ્યે પોલીસ બંદોબસ્ત સાથે સ્મશાનમાં મસરીભાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી.

ચુંટણીને લઈને ખોટી ફરિયાદ: આગેવાન

આ મામલે જેની સામે ફરિયાદ થઈ છે તે લખમણભાઈએ જણાવ્યું કે તેમની સામે અને ગામના આગેવાન રાજાભાઈ સામે આગામી સમયમાં આવનારી ચુંટણી અંગે રાગદ્વેષ રાખીને ખોટી ફરિયાદ કરવામાં આવી છે.

પેશકદમી મામલે મામલો ગરમાયો

ગામમાં રામદેવપીરના મંદિર પાસે થયેલ દબાણ અંગે અગાવ ફરિયાદ કરવામાં આવેલી જેનું મનદુઃખ રાખીને અંતિમવિધિ ન કરવા દીધી હોવાનું દલીત પરિવારે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો