સુરત: ‘અહી ધંધો કરવો હોય તો રોજના 500 રૂપિયા આપવા પડશે,’ લાલા ભરવાડ ગેંગ સામે ખંડણીની ફરિયાદ, કોની મીઠી નજર પર ચાલી રહ્યો હતો આ કારોબાર?

સુરત કડોદરા રોડ સરદાર માર્કેટની બહાર ધંધો કરવા બેસતા શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ પાસેથી ખંડણી પેટે રોજના રૂપિયા 500ની ઉઘરાણી કરતા ભરવાડ ગેંગ સામે આખરે કોથમીરના વેપારીએ હિંમત કરી ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયા બાદ માંડ માંડ વેપારીઓએ ફરીથી ધંધો શરુ કયો છે ત્યારે માથાભારે લાલા ભરવાડ ગેંગે તેમની પાસેથી ખંડણી પેટે માંગેલા રૂપિયા કોથમીરના વેપારીએ આપવાની ના પાડતા ધંધો નહી કરવા દેવાની સાથે પિતા-પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સગરામપુરા ગોલકીવાડ ખાતે રહેતા ઉમર અમીર નનુમિયા શેખ સરદાર માર્કેટની બહાર ફુડપાથ ઉપર સાઈગુરુ નામથી 30 વર્ષથી કોથમીરનો જથ્થા બંધ વેપાર કરે છે. ઉમરાને ધંધામાં તેનો પુત્ર અમ્ર પણ મદદરૂપ થાય છે ઉમર શેખનો ધંધો રાત્રેïના અગિયારથી સવારના છ વાગ્યા સુધીનો હોય છે.

ગત તા 19મીના રોજ પિતા-પુત્ર ધંધાના સ્થળ પર હતા તે વખતે લાલા ભરવાડના માણસ સંજુ ભરવાડ અને ચીરાગ તેમની પાસે આવ્યા હતા અને અહી ધંધો કરવો હોય તો આજથી રોજના રૂપિયા 500 આપાવા પડશે, જો નહી રૂપિયા આપે તો અમે તને અહી ધંધો કરવા દઈશું નહી તેવી ધમકી આપી હતી.

ઉમર 30 વર્ષથી કોથમીરનો ધંધો કરે છે અને છેલ્લા અઢી વર્ષથી લાલા ભરવાડ ધંધો કરવા બેસવા દેવાના બદલામાં રોજના રૂપિયા 200ની ખંડણી ઉઘરાવે છે. લાલા ભરવાડના ડરના કારણે ઉમર શેખ સહિત અંદાજીત 150થી 200 જેટલા નાના છુટક ધંધો કરતા શાકભાજી અને ફુડના વેપારીઓ રોજના 200 રૂપિયા આપે છે. દરમિયાન કોરોના કારણે 22મી માર્ચથી લોકડાઉન થતા ધંધો બંધ થઈ ગયો હતો. ઉમર શેખે લોકડાઉન ખુલતા ફરીથી ધંધો શરુ કર્યો હતો ત્યારે લાલા ભરવાડના માણસ સંજુ ભરવાડ અને ચિરાગ વેપારીઓ પાસે આવી ખંડણી પેટે રોજના રૂપિયા 500ની માંગણી કરી હતી.

જાકે ઉમર શેખે પૈસા આપવાનો ઇન્કાર કરતા ધંધો કરવા દેવાની ના પાડી બળજબરી પુર્વક પૈસા કઢાવવા માટે ઉમર અને તેના પુત્રને જીવતા નહી રહેવા દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ઉમર શેખની ફરિયાદ લઈ લાલા ભરવાડ, સંજુ ભરવાડ અને ચિરાગ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો