રાજકોટ સિવિલમાં દર્દીઓ ખરેખર ભગવાન ભરોસે, વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ ઓક્સિજનનું પ્રેશર ઓછું હોવાથી ડચકા ભરે છે, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

એક તરફ કોરોનાનો કાળો કેર ચાલી રહ્યો છે અને બીજી તરફ અન્ય બીમારીથી પીડાતા દર્દીઓના પણ હાલ બેહાલ થયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બેદરકારી સામે આવતી હોય છે ત્યારે વધુ એક બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ઓક્સિજનનું પ્રેશર ઓછું થઇ જતાં દર્દીઓ ઓક્સિજન માટે ડચકા ભરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે

આ વીડિયો શુક્રવારની રાતના 12 વાગ્યા આસપાસનો

રાજકોટ સિવિલ હોસ્પિટલના આ વાઇરલ વીડિયો અંગે તપાસ કરતા આ વીડિયો ઇમરજન્સી બિલ્ડીંગમાં ઉપરના માળે સારવાર લેતા દર્દીઓનો શુક્રવાર રાત્રિના 12 વાગ્યા આસપાસનો હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ઓક્સિજન મશીનમાં પ્રેશર ઓછું થઇ જતાં દર્દીઓની હાલત કફોડી બની જાય છે. અચાનક ઓક્સિજન પ્રેશર ઓછું થઇ જતાં દર્દીઓ ઓક્સિજન માટે ડચકા ભરતા વીડિયોમાં જોઇ શકાય છે.

સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટ સિવિલમાં સારવાર લેવા આવે છે

કોવિડ સાથે સાથે નોન કોવિડ દર્દીઓના હાલ બેહાલ બન્યા છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી આવતા દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. ત્યારે હાલની સ્થિતિ મુજબ ઓક્સિજન એ ખૂબ જ અગત્યની આવશ્યકતા છે. ત્યારે કોવિડ બાદ હવે નોન કોવિડ વોર્ડમાં પણ ઓક્સિજન પ્રેશર ઘટી જતાં દર્દીઓ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી કરી રહી છે.

સગા દર્દીની પીઠ થાબડી પમ્પિંગ કરે છે

ઉલ્લેખનીય છે કે આજના વાઇરલ વીડિયોમાં જોઇ શકાય છે કે અચાનક ઓક્સિજન પ્રેશર ઘટતા દર્દીના સગા સંબંધીઓ દ્વારા પીઠ થાબડી પમ્પીંગ કરવામાં આવી રહ્યું છે. જોકે હોસ્પિટલના કોઈ તબીબ કે નર્સિંગ સ્ટાફ વીડિયોમાં જોવા મળી રહ્યો નથી. ત્યારે આવી ગંભીર સ્થિતીિફરી ન સર્જાય તે માટે સારી વ્યવસ્થા કરવી પણ ખૂબ જ આવશ્યક છે.

ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ રાજકોટ ખાતે આવ્યા હતા. રાજકોટ મીડિયાએ તેમને જ્યારે હોસ્પિટલ અને સ્મશાનમાં વેઇટિંગ બાબતે પ્રશ્ન કર્યો ત્યારે તેમને કહ્યું કે, મને આ બાબતે કોઈ ખ્યાલ નથી. રાજકીય પક્ષોનો ઉદભવ લોકોની સેવા માટે લોકોને સુખાકારી આપવા માટે થતો હોય છે. બીજી તરફ દેશની સૌથી મોટી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરફથી આ પ્રકારે બેજવાબદાર ભર્યુ નિવેદન આપવામાં આવ્યું છે. લોકો હવે તંત્ર કે સરકારના સહારે નથી પરંતુ ભગવાન ભરોસે હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો