આંદોલનમાં ખેડૂતો માટે વોશિંગ મશીનથી લઈ પિઝા, જીમ અને ફુટ મસાજરની સુવિધા ઉભી કરવામાં આવી, યુવા ખેડૂતો સંભાળે છે કપડા અને સફાઈની જવાબદારી

ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં 27 નવેમ્બરથી વિરોધ દેખાવો કરી રહ્યા છે. પંજાબ-હરિયાણથી લઈ દિલ્હી સુધી ખેડૂતો સતત દેખાવો કરી રહ્યા છે. ટ્રેક્ટરો-ટ્રોલીઓને ઘર બનાવી દીધા છે. આંદોલન સ્થળ પર ખેડૂતો ભોજન, સ્નાનથી લઈ રાત્રે ઉંઘવાથી લઈ અનેક સુવિધાઓ ઉભી કરી દીધી છે. ખાલસા એઈડે પણ લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનને ટેકો આપવા અને વૃદ્ધ ખેડૂતોને મદદરૂપ બનવા સિંધુ બોર્ડર પર પગના માલિશ કેન્દ્ર લગાવ્યુ છે.

ખાલસા એઈડ સિંધુ બોર્ડર પર ખેડૂતો માટે પગના માલિશ કેન્દ્ર લગાવ્યા છે. ખાલસા સહાયતા ઈન્ડિયાના વડા અમરપ્રીતે કહ્યું હતું કે અમે સિંધુ સીમા પર છીએ અને અમે પહેલ કરી છે તથા વૃદ્ધ ખેડૂતોના પગના માલિશની સુવિધા સ્થાપી છે. આ ખેડૂતો ઘણા લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે અને તેઓ થાકી ચુક્યા છે. આ ઉપરાંત કપડા ધોવા માટે વોશિંગ મશીન પણ લગાવવામાં આવ્યા છે. ભોજન માટે ગેસ સિલિન્ડર તથા રોટલી બનાવવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અહીં ખેડૂતો સમય પસાર કરવા માટે ગંજીપત્તા રમે છે તો યુવા ખેડૂતો અન્ય કાર્યોમાં જોડાઈ જાય છે. સાંજના સમયે ચા બને છે અને ત્યારબાદ ભોજનની તૈયારી શરૂ થઈ જાય છે. ઘરની માફક આંદોલન સ્થળ પર પણ દૈનિક કાર્યો સામાન્ય બની ગયા છે.

પગના મસાજ કરી શકાય તેવા મશીન લગાવવામાં આવ્યા

સિંધુ બોર્ડર પર પગની મસાજ કરી શકે તેવા 25 મશીનો શુક્રવારે લગાવવામાં આવ્યા છે. તે બિનસરકાર સંસ્થા ખાલસાના સહયોગથી લગાવવામાં આવ્યા છે. અહીં પ્રદર્શનકારી ખેડૂતો માટે મફત સેવા શરૂ કરવામાં આવી છે. ખાલસા એઈડના ભારતીય નિર્દેશક અમરપ્રીત સિંહે જણાવ્યું હતું કે તેમના સ્વયંસેવકોએ માહિતી આપી હતી કે ટીકરી બોર્ડર પર લોકો હાથ વડે ખેડૂતોને માલિશ કરી રહ્યા છે. તેમની આ વાત પરથી સંસ્થાને વિચાર આવ્યો કે ખેડૂતો માટે ફુટ મસાજર લગાવવું જોઈએ. આ પ્રકારની સેવા અમરનાથ યાત્રા અને કાવડ યાત્રા સમયે કરવામાં આવે છે.

વિરોધ દેખાવ કરવાના સ્થળ પર કપડા ધોવા માટે મોટી સંખ્યામાં મશીનો પણ લગાવવામાં આવ્યા છે. અહીં કપડા ધોવાની જવાબદારી યુવા ખેડૂતોને સોંપવામાં આવેલી છે. આ ઉપરાંત સફાઈ કામગીરી પણ યુવાન ખેડૂતો દ્વારા સંભાળવામાં આવી રહી છે.

કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં ઉભી કરવામાં આવેલી સુવિધાએ સૌનું ધ્યાન ખેંચ્યુ છે. અહીં લોકોને ભોજનની વિવિધતા મળવા ઉપરાંત પિઝાનો સ્વાદ પણ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો