રાશનકાર્ડ ધારકો માટે આવ્યા કામના સમાચાર, 1 જૂનથી બદલાઈ જશે આ નિયમો

કોરોના સંકટની વચ્ચે દેશભરમાં રાશન કાર્ડ પોર્ટેબિલિટીની ચર્ચા થઇ રહી છે. દેશના 15 થી વધારે રાજ્યોમાં રાશનકાર્ડ પોર્ટેબિલિટીને મંજૂરી આપવામાં આવી છે. 1 જૂનથી 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાશનકાર્ડ પોર્ટેબિલિટી સેવા ‘વન નેશન-વન રાશનકાર્ડ’ અમલમાં આવી જશે. વન નેશન વન રાશનકાર્ડ યોજના અત્યારે ઘણી જ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારનને ‘એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ’ યોજના લાગુ કરવા પર વિચાર કરવા કહ્યું છે. જેથી કોરોનાને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય મજૂરો અને આર્થિક રીતે નબળા વર્ગને સબસિડીવાળા ભાવે અનાજ મળી શકે. ચાલો જાણીએ આ યોજના વિશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, અત્યાર સુધીમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ઓડિશા, મિઝોરમ અને નાગાલેન્ડ જેવા વધુ ત્રણ રાજ્યો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. 1 જૂનથી રાશનકાર્ડ પોર્ટેબિલિટી શરૂ કરવા માટે કુલ 20 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો તૈયાર થશે.

ઓળખકાર્ડથી ઓળખ કરવામાં આવશે

આ યોજના હેઠળ પીડીએસના લાભાર્થીઓને તેમના આધાર કાર્ડ પર ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલ (PoS) ડિવાઇસથી ઓળખવામાં આવશે. આ યોજનાને દેશભરમાં લાગુ કરવા માટે, પીડીએસ મશીનો તમામ પીડીએસ દુકાનો પર લગાવવામાં આવશે. જેમ-જેમ  રાજ્યો પીડીએસ શોપ પર 100% પીઓએસ મશીનો અહેવાલ આપે છે, તેમ તેમ, ‘એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ’ યોજનામાં શામેલ કરવામાં આવશે.

જૂના કાર્ડથી પણ મળશે રાશન

આ યોજનાના અમલ પછી લાભાર્થીઓ દેશના કોઈપણ ભાગમાં કોઈપણ રાશન ડીલર પાસેથી તેમના કાર્ડ પર રાશન લઈ શકશે. આ લોકોએ ન તો જૂનું રાશનકાર્ડ પરત આપવું પડશે, ન તો નવી જગ્યાએ રાશનકાર્ડ બનાવવું પડશે.

રાશનકાર્ડ બે ભાષાઓમાં આપવામાં આવશે

સ્ટાન્ડર્ડ રાશનકાર્ડ બે ભાષાઓમાં આપવું. એક સ્થાનિક ભાષા તેમજ બીજી હિન્દી અથવા અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરો.

ભારતનો કોઈપણ નાગરિક રાશનકાર્ડ માટે એપ્લાય કરી શકે

ભારતનો કોઈપણ કાનૂની નાગરિક આ રાશનકાર્ડ માટે અરજી કરી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમના માતાપિતાના રાશનકાર્ડમાં ઉમેરવામાં આવશે. આ રાશનકાર્ડ ધારકોને 3 રૂપિયાના દરે 5 કિલો ચોખા અને 2 રૂપિયા કિલો ઘઉં મળશે.

રાશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરો

જો તમે ઓનલાઇન રાશનકાર્ડ માટે અરજી કરી રહ્યા છો તો તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે

  • સૌ પ્રથમ તમારે તમારા રાજ્યના ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં તમારે તમારી ભાષા પસંદ કરવી પડશે.
  • આ પછી કેટલીક વ્યક્તિગત માહિતી જેવી કે જિલ્લાનું નામ, વિસ્તારનું નામ, નગર,ગ્રામ પંચાયત વિશે જણાવવાનું રહેશે.
  • હવે પછી તમારે કાર્ડનો પ્રકાર (APL/BPL/Antodaya) પસંદ કરવો પડશે.
  • પછી આગળ તમારી પાસે ઘણી માહિતી માંગવામાં આવશે જેમ કે તમારા પરિવારના વડાનું નામ, આધારકાર્ડ નંબર, મતદાર આઇડી, બેંક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર વગેરે.
  • બધી માહિતી ભર્યા પછી, અંતે તમારે સબમિટ બટન પર ક્લિક કરવું પડશે, તેની સાથે તમારે તેની પ્રિન્ટ રાખવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો