સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: વિધિ કરવાના બહાને વૃદ્ધે પહેરેલાં ઘરેણાં સફેદ રૂમાલમાં મુકાવી ગઠિયા ભાગી છૂટયા હતા.
‘હું હરિદ્વારથી આવું છું, મોટા સંતનો છોકરો છું’ એમ કહી વાતોમાં ભોળવી મોરાભાગળના વૃદ્ધને બે ગઠિયા છેતરી ગયા હતા. વિધિ કરવાના બહાને વૃદ્ધે પહેરેલાં ઘરેણાં સફેદ રૂમાલમાં મુકાવ્યા બાદ ગઠિયા વૃદ્ધને રોડ પરના થાંભલા ગણવા મોકલી ભાગી છૂટયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે મોરાભાગળ ચારરસ્તા ખાતે ગાયત્રી મંદિર પાસે ભગુનગર સોસાયટીમાં રહેતા અનિલભાઇ નરસિંહપ્રસાદ દવે (ઉ.વ.67) નિવૃત્ત જીવન ગુજારે છે. ગત તા.10મીએ બપોરે ઘરનો ભંગાર વેચવા દુકાન ખુલ્લી છે કે કેમ તે જોવા બહાર નીકળ્યા હતા.
દરમિયાન સોસાયટીના ગેટ પાસે બે યુવકો સાથે તેમનો ભેટો થયો હતો. 40-45 વર્ષના બે યુવકો પૈકી એક યુવકે જણાવ્યું કે ‘હું હરિદ્વારથી આવું છું, મોટા સંતનો છોકરો છું, એક ડોક્ટરને સંતાન નહોતું થતું અને થયું ત્યારે તેના સંતાનની નામકરણ વિધિ માટે આવ્યા છીએ, મારે તે ડોક્ટરને મળવું છે’ એમ કહી એડ્રેસ પૂછવાના બહાને અનિલભાઇને વાતોમાં ભોળવી નજીકના બાંકડા પર બેસાડયા હતા.
ત્યારબાદ બંને ગઠિયાઓએ’ તમારું ઘર નાનું છે, વિધિ કરાવશો તો મોટા બંગલા થઇ જશે’ એમ કહેતા અનિલભાઇએ’ મારે બંગલા જોઇતા નથી, મને સંતોષ છે’ એમ કહ્યું હતું. ત્યારબાદ બંને ગઠિયાઓએ અનિલભાઇને ભ્રમિત કરી સફેદ રૂમાલ આપી પોતાનું પર્સ અને વીંટી મૂકી દીધી હતી અને ત્યારબાદ તેઓએ અનિલભાઇ પાસે સોનાની પેન્ડલ સાથેની ચેઇન, સોનાની વીંટી તથા ટાઇટનની ઘડિયાળ મુકાવી દીધી હતી.
ત્યારબાદ રોડ પરના ઇલેકિટ્રક થાંભલા ગણવા અનિલભાઇને મોકલી આપી બંને ગઠિયા ભાગી ગયા હતા. અનિલભાઇએ રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે બે અજાણ્યા સામે રૂપિયા. 75,300ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

