રાજપીપળાઃ ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત, ચાર યુવકોના મોતથી અરેરાટી

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ખામર ગામ પાસે ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટીપૂર્ણ મોત થયા છે. એક જ ગામના ચાર યુવકોના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે રાજપીળાના ચાર મિત્રો સ્વીફ્ટ કાર લઈને કામ અર્થે ડેડીયાપાડા ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટ્રક સાથે અકસ્માત થતાં કારના કૂર્ચે કૂર્ચા નીકળી ગયા હતા અને ચારેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

ચારેયના મોતના સમાચાર ગામમાં મળતાં શોકની લાગણી ફરી વળી હતી. ચારેયની લાશને પીએમ માટે હોસ્પિટલ લઈ જવાતાં સગા-સંબંધીઓ હોસ્પિટલે ઉમટી પડતાં ત્યાં પણ કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો