સુરતમાં ચાર વર્ષની દીકરી અને 70 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો, દુધના સહારે વૃદ્ધા અને માત્ર સિરપથી સાજી થઈ બાળકી

આ કહાનીઓ કોરોનાની સામેની લડાઈમાં લોકોની જીત બતાવે છે. કોરોનાના સંક્રમણને લઈને ડરવાની નહીં પણ, સતર્ક રહેવાની જરૂર છે. આવા જ બે દર્દીઓ સુરતથી ડિસ્ચાર્જ થયા, જેમણે પોતાની સકારાત્મક વિચારસરણીના કારણે કોરોનાને હરાવી દીધો. જેમાં એક બાળકી માહિરા પણ સામેલ છે. શુક્રવારે (પહેલી મે) 26 દર્દીઓ કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થયા. ગુજરાતમાં હવે દર્દીઓના સાજા થવાનો દર વધી રહ્યો છે.

સુરત શહેરમાં શુક્રવારે 26 કોરોના પોઝિટિવ દર્દીઓે ડિસ્ચાર્જ થયાં છે, જ્યારે રિકવરી રેટમાં પણ વધારો થયો છે ત્યારે 70 વર્ષના ચંદ્રિકા જરીવાલાએ 15 દિવસ કોરોના વોર્ડમાં રહ્યા હતાં. આ સાથે 4 વર્ષની માહિરા બોબતએ પણ વોર્ડમાંથી રજા મેળવી ઘરે ગઇ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ભોજન ન ભાવતા હું માત્ર દૂધ અને દવાના સહારે જ દિવસભર રહેતી

માન દરવાજા ટેનામેન્ટ ખાતે રહેતા ચંદ્રિકા જરીવાલાએ જણાવ્યું હતું કે, ‘ 17 દિવસ પછી મને રજા અપાઇ છે. મને માત્ર બ્લડ પ્રેશરની જ સમસ્યા છે. મને ખબર નથી કે કેવી રીતે હું ચેપગ્રસ્ત બની. પરંતુ મને હોસ્પિટલમાં કોઈ વસ્તુ ભાવતી ન હતી. હું માત્ર દવા પીતી હતી. 15 દિવસમાં મેં માત્ર 2 રોટલી જ ખાધી છે. મને દુધ અને લિક્વીડ વસ્તુઓ આપવામાં આવતી હતી તે જ પીતી હતી. હું મોટા ભાગે દૂધ પર જ રહી છું. દવા ડોક્ટરના કહેવા પ્રમાણે લેતી હતી. મારા પતિ 72 વર્ષના છે, એમને પણ કોરોના પોઝિટિવ છે, પરંતુ હજી એમને રજા આપવામાં આવી નથી.’

હોસ્પિટલમાં મળતું જમવાનું અને સિરપથી જ દીકરીએ જીત મેળવી

માહિરાના પિતા મોહસીને જણાવ્યું હતું કે, માહિરા બોબતને 16મીએ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને 17મી એપ્રિલના રોજ તેમને સિવિલમાં દાખલ કરાઇ. એમના પિતાએ કહ્યું હતું કે, ‘માહિરાને 15 દિવસ સુધી હોસ્પિટલમાં સવારે અને સાંજે 5-5 એમએલ સિરપ આપવામાં આવતી હતી. આ સિવાય બીજી કોઈ પણ દવા આપવામાં આવી ન હતી. માત્ર સિરપથી જ કોરોનાને હરાવ્યો છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો