જો હવે તમારી પાસે ફોરવ્હીલ હશે તો તમને રેશનકાર્ડ ઉપર રાશન નહીં મળે, છોટાઉદેપુરમાં 150 કાર્ડધારકોનું રાશન બંધ
રાજ્યમાં હાલ અતિમહત્વપૂર્ણ કહી શકાય તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. હવેથી રાજ્યમાં ફોર વ્હીલર ધારકોને રાશન નહીં આપવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આ નિયમની અમલવારી શરૂ કરી છે. ફોરવ્હીલર રાશનકાર્ડ ધારકોની યાદી તૈયાર કરી છે. હાલ છોટાઉદેપુરના સંખેડામાં 150 કાર્ડધારકોનું રાશન બંધ કરવામાં આવ્યું છે. તેઓ ફોર વ્હીલર ધરાવતા હોવાથી અનાજ બંધ કરાયું છે.
જો હવે તમારી પાસે ફોર વ્હીલ કાર હશે તો તમને સસ્તા અનાજની દુકાન મારફતે વાજબી ભાવે અનાજનો પૂરવઠો મળશે નહી. આવા 150 જેટલા રેશનકાર્ડ ધારકો જેમની પાસે ફોર વ્હીલ કાર છે તેમને સસ્તા અનાજની દુકાન મારફતે મળતો અનાજનો બંધ કરાયો છે.
સંખેડા મામલતદાર કે.પી. પંડવાળાએ આપેલી માહિતિ મુજબ 30 જુલાઈ સુધીમાં અન્ન સલામતી કાયદો હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાંથી કમી કરવા માટે (RTO) તરફથી મેળવેલ અત્રેના તાલુકાની ગાડી અને ટ્રેક્ટર ધરાવતા વ્યક્તિઓની ચકાસણી કરતા 150 જેટલા રેશનકાર્ડ નંબર અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સામેલ છે. સદર બાબતે ચર્ચા વિચારણા અંતે નેશનલ ફુડ સીક્યુરીટી એક્ટ-2013 અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોમાં જે કુંટુબ યાંત્રિક રીતે ચાલતુ ચાર પૈડાનું વાહન ઘરાવતા હોય તેમણે આ લાભ મળવાપાત્ર થતો નથી. જેથી 150 જેટલા આવા રેશનકાર્ડ ધારકોના કુટુંબમાં (ચાલતુ 4 પૈડાનું વાહન) હોવાથી તેઓને (NFSA to Non-NFSA)કમી કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તા. 28 જુલાઈ સુધીમાં અન્ન સલામતી કાયદો હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાંથી કમી કરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી મેળવેલ અત્રેના તાલુકાના શિક્ષકોની રેશનકાર્ડની ચકાસણી કરતા 19 જેટલા રેશનકાર્ડ બાબતે ચર્ચા વિચારણા અંતે નેશનલ ફુડ સીક્યુરીટી એક્ટ 2013 અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોમાં સરકારી કર્મચારીઓને લાભ મળવાપાત્ર થતો નથી જેથી 19 જેટલા આવા રેશનકાર્ડ ધારકોના કુટુંબમાં (સરકારી કર્મચારી શિક્ષકો) હોવાથી તેઓને (NFSA to Non-NFSA) કમી કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

