ગુજરાતની શર્મનાક ઘટનાઃ જામનગરમાં 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ ઉંઘની દવા પીવડાવી સામુહિક દુષ્કર્મ આચર્યું

ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ગેંગરેપની ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં જામનગરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. જામનગરના યાદવનગરમાં રહેતી 17 વર્ષની સગીરા પર ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ છે. આ અંગેની જાણ પોલીસને થતા જ ઘટનાસ્થળે દોડી જઈ પરિવારજનોના નિવેદન નોંધી ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે અને એક શખ્સ હજુ ફરાર છે. સગીરાને ઉંઘની દવા પીવડાવી ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

સગીરાને હોસ્પિટલ ખસેડાઈ

ચાર શખ્સોએ દુષ્કર્મ આચર્યા બાદ ફરાર થઈ ગયા હતા. પરિવારજનોએ સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે. પોલીસે સગીરાનું પણ નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે. જામનગર ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડી જઈ તપાસ હાથ ધરી છે. લોકો ચારેય શખ્સો પર ફિટકાર વરસાવી રહ્યા છે.

જામનગર Dysp એ.પી. જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી

બનાવ 28 સપ્ટેમ્બરના રોજ બન્યો ફરિયાદ 2 ઓક્ટોબરે થઈઃ Dysp
જામનગર Dysp એ.પી. જાડેજાએ જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરના રોજ ફરિયાદીએ સિટી સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં 376 ડી, પોક્સો એક્ટ 4, 5,6 મુજબ ગુનો દાખલમાં આવ્યો છે. ભોગ બનનારે ચાર શખ્સો વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ આપી છે. જામનગરની ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદ દાખલ થતા જ પોલીસે ત્રણ આરોપીને તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. ચોથો આરોપી ફરાર છે તેને પકડવા માટે અમે પોલીસની અલગ અલગ ટીમ બનાવી શોધખોળ શરૂ કરી છે. હાલમાં જામનગર મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ તપાસ ચલાવી રહ્યા છે. સગીરા સાથે એક આરોપીને સબંધ હતો અને પછી તેના ત્રણ મિત્રોએ શરીર સંબંધ બાંધેલા હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં જાહેર કર્યુ છે. ઝડપાયેલા ત્રણેય આરોપી મહાદેવનગર વિસ્તારના જ છે. બનાવ 28 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો.

મોરબીમાં અસ્થિર મગજની મહિલા પર દુષ્કર્મ આચરી નરાધમે વીડિયો વાઈરલ કર્યો

મોરબીમાં પણ દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક અસ્થિર મગજની મહિલા પર દુષ્કર્મ આચરીને નરાધમે વીડિયો પણ વાઈરલ કર્યો હતો. હળવદની મોરબી ચોકડી પાસે વિકલાંગ મહિલા પર નરાધમે દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ કર્યો છે.

હાથરસની ઘટનાને લઈ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

ઉત્તરપ્રદેશના હાથરસ ગામમાં 19 વર્ષની યુવતી પર ચાર શખ્સોએ દુષ્કર્મ આચરી જીભ કાપી નાખી હતી. બાદમાં આ યુવતીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. હજુ પણ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર આ ઘટનાને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો