કેવી રીતે ચાલ્યો હશે માતાનો જીવ? નવા વર્ષના પહેલા જ દિવસે 4 માસના બાળકને ત્યજી દીધું, મમતા મરી પરવારી

એક તરફ લોકો ધામધૂમ પૂર્વક નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક જાળીમાં અજાણી વ્યક્તિ દ્વારા ત્યજી દીધેલું 4 માસનું બાળક મળી આવ્યું છે. બાળકમાં તાવના લક્ષણો જણાતા 108 એમ્બ્યુલન્સની ટીમે બાળકીને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યું હતું. ત્યારે કુવાડવા પોલીસે બાળક અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ છે કે, નવા વર્ષે કઈ માતાનો જીવ આવા બાળકને ત્યજી દેવા ચાલ્યો હશે.

મળતી માહિતી અનુસાર આજે સવારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાવડા નજીક ઝાડીમાં એક બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. ત્યારે આસપાસના લોકોએ જોયું તો ત્યાં ત્રણ મહિનાની બાળક પડી હતી. ત્યારે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તો સાથે જ 108ની ટીમ પણ તાત્કાલિક પહોંચી હતી. 108 ટીમના EMT પુનિતે તપાસ કરતા બાળકને તાવ હોવાનું જણાવું હતું. જેથી બાળકને કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું છે.

રાજકોટમાં વધુ પ્રમાણમાં ત્યજી દેવાયેલા બાળકો મળી રહ્યાં છે. થોડા દિવસો અગાઉ રાજકોટના કોઠારિયા રોડ પર એક નવજાત શિશુ મળી આવ્યું હતું. એક વાડીમાં અવાવરું જગ્યાએ ગોદડાની અંદર નવજાત શિશુ મળ્યું હતું. તો ગત વર્ષે મળેલી અંબા નામની બાળકીનો કિસ્સો જગજાહેર છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો