માઠા સમાચાર: ખંભાળિયા પાસેના ધરમપુરમાં પાણીના ખાડામાં નાહવા પડેલા એક જ પરિવારના 3 બાળકો સહિત 4ના ડુબી જવાથી મોત
દ્દવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેના ધરમપુરમાં પાણીના ખાડામાં નાહવા પડેલા એક જ પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે. ઘટનાની વિગત અનુસાર આજે સવારે 3 કિશોર ખંભાળિયા નજીક આવેલ બંધ ખાણના ખાડામાં વરસાદી પાણી ભરાયા હતા તેમાં નાહવા પડ્યા હતા. જે ત્રણેય કિશોર ડૂબવા લાગતા એક વ્યક્તિ તેમને બચાવવા માટે ખાડામાં પડ્યા હતા. પરંતુ ચારેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
દ્વારકામાં ખાડામાં ન્હાવા જતાં 4 લોકોના મૃત્યુ થયા છે. ખંભાળિયા પાસે ખાણના ખાડામાં ડૂબ્યા હતા. વરસાદી પાણી ભરાયેલા ખાડામાં ન્હાવા ગયા હતા. ત્યારે ખાડામાં ડૂબવાથી 3 બાળકો અને એક આધેડનું મૃત્યુ થયું છે. ફાયરની ટીમ દ્વારા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
ફાયર વિભાગે ચારેયના મૃતદેહોને બહાર કાઢ્યા
ખંભાળિયાથી 6 કિમી દૂર ધરમપુરમાં વર્ષો જૂની બંધ ખાણ આવેલી છે. જેમાં 15થી 20 ફૂટ જેટલુ પાણી ભરેલુ છે. જેમાં આજે સવારે 7 વાગ્યે ભાણજી મનજી નકુમ (ઉં.વ.55) સાથે તેમના ત્રણ ભત્રીજા જયદીપ મુકેશભાઈ નકુમ (ઉં.વ.16), ગીરીશ મુકેશભાઈ નકુમ (ઉં.વ.16) અને રાજકીશોર નકુમ (ઉં.વ.15) સાથે નાહવા ગયા હતાં. જ્યાં ચારેયનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા ચારેયના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે. એક જ પરિવારના 4 સભ્યોના મોત થતાં ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

