મહેસાણા: કલોલની રજવાડી ઠાઠ હોટલમાં જતા પહેલા સાવધાન! ગ્રાહકના શાકમાંથી નિકળ્યું આવું

કલોલના હાઈવેની પાછળના ભાગે આવેલ રજવાડી ઠાઠ હોટલમાં જમવા ગયેલા ગ્રાહકના શાકની ડીશમાં કીડા ખદબદતા હોવાનો વીડિયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગઈ હતી. વીડિયો જોઈ સોશિયલ મીડિયામાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે વાયરલ થયેલા વીડિયોને પગલે કલોલ પાલિકા દ્વારા હોટલની તપાસ હાથ ધરવામાં આવી હતી અને હોટલની ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા હતા. બનાવને પગલે ભારે ચકચાર મચી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કલોલમાં હાઈવે પર આવેલ ડી.માર્ટની પાછળના ભાગે રજવાડી ઠાઠ આવેલી છે. આ હોટલમાં ગ્રાહકોને ખુરશી ટેબલની સાથે ખાટલામાં બેસીને જમાવાની સુવિદ્યા અપાય છે. આ હોટલનાં વાયરલ થયેલ વીડિયોએ ભારે ચકચાર મચાવી છે. આ વીડિયોમાં જમવા ગયેલા પરિવારના ઓર્ડરમાં આવેલ શાકમાં સફેડ કીડા ખદબદતા જોવા મળી રહ્યા છે.

લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરવામાં આવતા જનતામાં રોષ સાથે આક્રોશ ફરી વળ્યો હતો. વાયરલ થયેલા વીડિયોને પગલે નગર પાલિકાનું ફૂડ સેફ્ટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફૂડ સેફ્ટી ઓફિસર રાજેશ વાઘેલાએ બપોરે રજવાડી ઠાઠ હોટલમાં દરોડા પાડ્યા હતો. તેઓએ દરોડો પાડી હોટલમાંની ખાદ્ય સામગ્રીના નમુના લઈ તપાસ માટે મોકલ્યા હતા.

સોશિયલ મીડિયામાં કીડાવાળા વીડિયોએ ભારે ચકચાર જગાવી હતી અને સોશિયલ મીડિયામાં લોકોએ કોમેન્ટ કરી હોટલ સામે પગલા ભરવાની માંગણી કરી હતી. ત્યારે કલોલમાં આવેલી કેટલીક હોટલોમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાની પણ બુમરાણ મચી છે.

ગ્રાહકે કોઈ ફરિયાદ કરી નથી: હોટલ માલિક

ગ્રાહકના શાકમાં કીડા ખદબદતા હોવાના વાયરલ થયેલા વીડિયો બાબતે હોટલના માલિક સંજયભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આ વીડિયો બનાવનારે કીડા નીકળ્યા હોવાની અમને કોઈ ફરિયાદ કરી નથી આ કૃત્ય અમને બદવામ કરવા માટે કરવામાં આવ્યું હોઈ શકે. અમારા હરીફો દ્વારા અમને નુકસાન પહોંચાડવા આ કામ કરવામાં આવ્યું છે. ગ્રાહકના શાકમાં કીડા હોય તો અમને ફરિયાદ તો કરેજ પણ ગ્રાહકે કોઈ જ ફરિયાદ કરી નથી તેમ તેમણે જણાવ્યું હતું.

હોટેલમાંથી ખાદ્ય સામગ્રીના નમૂના તપાસ માટે લેવાયા

શાકમાં ફરતા કીડાવાળા વાયરલ થયેલા વીડિયોને પગલે કલોલ પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને ફૂડ ઓફિસર રાજેશ વાઘેલાએ હોટલમાં દરોડો પાડી ચકાસણી હાથ ધરી ખાદ્ય સામગ્રીના નમુના તપાસ માટે લીધા હતા. ત્યારે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી અન્ય હોટલોમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવે તેવી માંગમી ઉઠી છે.

હોટેલ માલિક પાસેથી વહિવટી ચાર્જ વસૂલ કરાયો

ગ્રાહકના શાકમાં કીડા નીકળ્યાનો વીડિયો વાયરલ થતા પાલિકા દ્વારા હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની સુચના સાથે હોટલ માલિક પાલેથી રૂપિયા 1000નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

નાસ્તા સંચાલકોની પણ તપાસ થાય તેવી માગણી

રજવાડી ઠાઠ હોટલમાં ગ્રાહકના શાકમાં કીડા ખદબદતા હોવાના વાયરલ થયેલા વીડિયોને પગલે કલોલની જનતામાં આક્રોશ ફેલાયો છે. અને તમામ હોટલોની સાથે નાસ્તાની લારીઓ કે જે કલોલમાં ઠેર ઠેર ફૂટી નીકળી છે. તેમજ નાસ્તા બનાવતા એકમો કે જે બજાર કરતા સસ્તા ભાવે નાસ્તા બનાવીને વેચે છે. તેવા લોકોની પણ તપાસ થાય તેવી માંગણી ઉઠવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો