પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

સોમવારે સાંજે 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખરજીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતાં. થોડા દિવસ પહેલાં પ્રણવ મુખરજી કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા. તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. પ્રણવ મુખરજીના દીકરા અભિજીત મુખરજીએ ટ્વિટ કરીને પ્રણવ મુખરજીના નિધનની માહિતી આપી હતી.

પ્રણવ મુખરજીનો જન્મ 11 ડિસેમ્બર 1935માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેમનો પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લાના કિરનાહર શહેરની નજીક મિરાતી ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમણે ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકેની જવાબદારી સંભાળી હતી. 26 જાન્યુઆરી 2019ના રોજ પ્રણવ મુખર્જીને ભારત રત્ન સન્માન આપવામાં આવ્યું હતું. તેમણે 25 જુલાઈ 2012ના રોજ ભારતના 13માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું યોગદાન

પ્રણવ મુખરજી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની વિશ્વ બેન્ક, એશિયાઈ બેન્ક તથા આફ્રિકી વિકાસ બેન્કના પ્રશાસક બોર્ડના સભ્ય રહ્યા હતા.વર્ષ 1984માં તેમણે IMF અને વિશ્વ બેન્ક સાથે સંકળાયેલા ગ્રુપ-24ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. મે તથા નવેમ્બર 1995ની બેન્ચમાં તેમણે સાર્ક મંત્રી પરિષદની અધ્યક્ષતા કરી હતી.

રાજકીય ક્ષેત્રે તેમની ભૂમિકા

મુખરજીએ રાજકીય ક્ષેત્ર તથા સામાજીક નીતિના ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યુ હતું. તેમણે વર્ષ 2004માં કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન બન્યા હતા. ત્યારબાદ ઓક્ટોબ,2006માં તેઓ વિદેશ પ્રધાન તરીકે નિમણૂક પામ્યા હતા. મનમોહન સિંહ સરકારના બીજા કાર્યકાળમાં મુખરજી ભારતના નાણાં પ્રધાન બન્યા હતા.

પ્રણવ મુખરજીની રાજકીય સફરની શરૂઆત પશ્ચિમ બંગાળમાં વર્ષ 1969માં મિદનાપોરની પેટાચૂંટણીથી થઈ હતી. પશ્ચિમ બંગાળમાં સિધ્ધાર્થ શંકર રોયએ ઈન્દિરા ગાંધી સમક્ષ પ્રણવ મુખર્જી માટે સૂચન કરતા તેઓ માત્ર 35 વર્ષની ઉંમરે રાજ્ય સભાના સભ્ય બન્યા હતા. આ ઉપરાંત તેમણે તેમણે બે વખત નાણાં પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. મુખરજી વર્ષ 1993માં વાણિજ્ય પ્રધાન હતા અને તેમણે વેપાર ઉદારીકરણને લઈ અનેક પગલા ભર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો