‘કોરોના વાયરસને ફેલાવવા માટે જમાતે જાણી જોઈને આ ષડષંત્ર રચ્યું’ રાજ્યની હજ કમિટીના પૂર્વ ડાયરેક્ટરનો સનસનીખેજ આરોપ

હાલ દેશભરમાં દિલ્હીમાં તબગિલી જમાતને લઈ ભારે હાહાકાર મચી ગયો છે. તેવામાં કોરોના એક આતંકી હુમલો છે, જે તબલીગી જમાતનું ષડયંત્ર હોવાનો ગુજરાત સરકારના હજ કમિટીના પૂર્વ ડાયરકટરે આરોપ મુકતાં ખળભળાટ મચી ગયો છે. તબલીગી જમાતને ભારતમાંથી હટાવવામાં નહી આવે તો આવનારા સમયમાં ભારત માટે ખતરો ઉભો થઇ શકે છે તેવું સુન્ની બરેલવી દારૂલ ઉલૂમ ગૌસે આજમના પ્રમુખ અને ગુજરાત સરકારના હજ કમિટીના પૂર્વ ડાયરેક્ટરે જણાવ્યું હતું.

હજ કમિટીના પૂર્વ ડાયરેક્ટર હાજી સબ્બીર સતાર હામદાણી કહ્યું કે, મારું માનવું છે કે, આ ખુબ જ કટ્ટરવાદી અને ઝનૂની જમાત છે. એ લોકો ગમે તે હદે જઈ શકે છે. જ્યારે તેઓ સ્યુસાઈડ બોમ્બર તરીકે આવી માનવજાત ઉપર હુમલા કરી શકે છે તો મને લાગે છે કે કોરોના વાયરસનું સ્યુસાઈડ ફેલાવી આતંક મચાવી શકે તેવા છે. વાયરસને ફેલાવવા માટે જમાતે જાણીજોઈને આ ષડષંત્ર રચ્યું છે. આ લોકો દેશને તબાહ અને બરબાદ કરવા નીકળેલાં છે. આ સાથે તેઓએ ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે આ જમાત પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી.

તબલિગી જમાતની મરકજમાંથી ગયેલા 180 લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાંથી 77 માત્ર તમિલનાડુમાં છે. 9 દર્દી અંદમાન-નિકોબાર, 4 આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 24 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ તેલંગણામાં 6 દર્દી પોઝિટિવ આવ્યા હતા. આ મામલાઓ વધે તેવી શકયતા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સેક્રેટરી લવ અગ્રવાલે પ્રેસ કોન્ફોરન્સમાં જણાવ્યું કે તબ્લિકી જમાતના લોકો સમગ્ર દેશમાં અલગ-અલગ જગ્યાઓએ જવાના કારણે સંક્રમણના મામલામાં વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો