US બોર્ડર પર ગુજરાતીના મોત બાદ નીતિન પટેલે સ્વીકાર્યુ- અહીં યોગ્ય તક ના મળવાથી યુવાનોમાં વિદેશ જવાની હોડ લાગી છે

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અમદાવાદ ખાતે આવેલા સરદારધામમાં નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થી દત્તક યોજના નામકરણનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. સરદારધામના કાર્યક્રમમાં હાજર રહેલા નીતિન પટેલે લોકોને સંબોધન કરતા સમયે કેનેડા અમેરિકાની બોર્ડર પર મૃત્યુ પામેલા ચાર ગુજરાતીઓની ઘટનાને લઇને જણાવ્યું હતું.

નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમેરિકા જેવા દેશમાં જવા માટે લાખો લોકો પ્રયાસ કરી રહ્યા છે. આપણા યુવાનો પણ કેનેડા અને અમેરિકામાં જવા માટે ઘણા પ્રયાસ કરી રહ્યા છે. પણ કેટલાક લોકો અમેરિકા જવા માટે ટૂંકો રસ્તો શોધીને ગેરકાયદેસર રીતે જવાનો પ્રયાસ કરે છે. પણ સરકાર એવી તકો ઉભી કરે કે જેનાથી લોકોનો વિદેશમાં જવાનો મોહ ઓછો થઇ જાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નીતિન પટેલે એવું પણ જણાવ્યું હતું કે, ઘણા લોકો વિદેશમાં વર્ષોથી ગેરકાયદેસર રીતે રહે છે. તેથી તેમને વર્ષો સુધી વિદેશમાં જ રહેવું પડે છે. એટલા માટે કાયદેસર રીતે વિદેશમાં જવું જોઈએ. આવું કરવાથી આવી ઘટનાઓને અટકાવી શકાય છે. કલોલના એક પરિવારના 4 સભ્યોએ કેનેડાથી અમેરિકામાં જવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમના મોત થયા છે તેવું મને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે.

નીતિન પટેલે એમ પણ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ ગઈ કાલ રાતથી અમે આ બાબતે સંપર્ક કરી રહ્યા છીએ. અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલય પરથી વિગતો પણ મેળવી છે. તેના પરથી અત્યારે જે માહિતી મળી રહી છે તે માહિતી સંભવિત માહિતી છે. ચોક્કસ નામ રેકોર્ડ પર આવ્યા નથી

નીતિન પટેલે એમ પણ જણાવ્યું હતું કે. આ પરિવાર થોડા સમય પહેલા જ કલોલમાં આવેલા ગ્રીનસીટીમાં રહેવા માટે આવ્યો હતો. હાલ તો આ પરિવારના ચારેય સભ્યો ગુમ હોવાની માહિતી મળી રહી છે. અહિયાં નોકરી ધંધા મર્યાદિત છે, અમેરિકામાં જવા લોકોની ભીડ લાગી છે. ભારતના યુવાનોને અહીં તક મળતી ન હોવાથી લોકો વિદેશમાં જવા માગે છે. અહીં ભવિષ્ય ઉજ્જવળ નથી થતું. મહેનત કરવા છતાં પણ સારી પોઝીશન મળતી નથી. જેથી સરકાર અહિયાં એવી તક ઉભી કરે કે લોકોમાં વિદેશ જવાનો મોહ ઓછો થાય.

આ ઉપરાંત નીતિન પટેલે તેમના ઘરમાં ચાલતા મીઠા વિવાદ બાબતે રમૂજ કરતા કહ્યું હતું કે, મારા ઘરમાં મીઠો વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ કચ્છનું રણ જોવા માટે થઈ રહ્યો છે. મારા પત્નીએ કચ્છનું રણ જોયું નથી. ભલે પછી અમિતાભ બચ્ચને ઘણી જાહેરાત કરી હતી. ભલું થજો ભગવાન કે હવે થોડો સમય મળ્યો છે. એટલે માણવાનો સમય મળશે. મારી પૌત્રી 11 વર્ષની ક્યારે થઇ તે ખબર જ ન પડી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો