ગુજરાતના પૂર્વ ડીજીપી અને ભાજપના નેતા એ.આઈ.સૈયદનું કોરોનાને કારણે નિધન
ગુજરાતમાં કોરોના વાયરસના (Corona Virus in Gujarat) કેસોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. અનેક લોકોને આ મહામારીએ પોતાની ઝપેટમાં લીધા છે. હવે કોરોના વાયરસથી રાજ્યના પૂર્વ એડિશનલ ડીજીપી એ.આઈ.સૈયદનું (A.I. Syed) નિધન થયું છે. એ.આઈ.સૈયદ ગુજરાતના આઈપીએસ અધિકારી હતી. પોતાની નોકરીમાંથી નિવૃત થયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. તેઓ વકફ બોર્ડના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોરોના વાયરસને કારણે થયું નિધન
એ.આઈ.સૈયદનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ છેલ્લા ઘણા દિવસથી એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. થોડા દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તેમણે ભાજપ અને સરકારમાં અનેક ફરજ બજાવી હતી.
અમદાવાદ શહેરમાં 22 જૂનની સાંજથી 23 જૂનની સાંજ સુધીમાં કોરોનાના 230 કેસ નોંધાયા છે અને શહેરમાં 13 તેમજ જિલ્લાના 2 મળીને કુલ 15 દર્દીના મોત થયા છે. તેમજ 381 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 19,381 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે મૃત્યુઆંક 1,363 થયો છે અને 14,394 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
21 જૂને 300થી ઓછા 273 કેસ નોંધાયા બાદ કાલે(23 જૂન) ફરીવાર 300થી ઓછા 230 કેસ નોંધાયા છે. જ્યારે 6 દિવસમાં ત્રીજી વખત 20 અથવા 20થી ઓછા મોત નોંધાયા છે, જેમાં 20 જૂને 16, 21 જૂને 20 અને 23 જૂને 15 મોત નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

