પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંવેદનશીલ નિર્ણય: સુરતમાં ભેટમાં મળેલી 354 વસ્તુઓ હરાજી માટે મુકાઈ, તેનાથી થનારી આવક કન્યા કેળવણીમાં અપાશે

સુરતના સાયન્સ સેન્ટર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના કાર્યકાળ દરમિયાન ભેટમાં મળેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન સાથે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસીય પ્રદર્શન કમ હરાજીમાં તલવાર, પાઘડી. ચાંદીના ઘોડાવાળા રથ સહિતની 354 વસ્તુઓ મૂકવામાં આવી છે. આ તમામ ચીજવસ્તુઓના વેચાણ થકી મળનારી રકમ કન્યા કેળવણીમાં આપી દેવાનો નિર્ણય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તારીખ 13 અને 14 સપ્ટેમ્બરના રોજ સાયન્સ સેન્ટરમાં પ્રદર્શન અને હરાજી રાખવામાં આવી છે. આ પ્રદર્શન સાયન્સ સેન્ટર ખાતે સવારના 9થી સાંજે 5 વાગ્યા દરમિયાન ભેટ સોગાદોની હરાજી કરવામાં આવશે. જેથી શહેરના લોકો આ ભેટ સોગાદો લેવા માત્ર અને જોવા માટે લોકોનો ધસારો થઈ રહ્યો છે. આ પ્રદર્શનમાં નાની – મોટી થઇને 354 જેટલી ભેટ સોગાદો છે. મુખ્યમંત્રીને જાહેર સમારંભો દરમિયાન ફોટો ફ્રેમ , ગોલ્ડ સિલ્વર, બાસ, સિરામીક, જે ભેટ સોગાદો આપવામાં આવે છે. તે તમામ મેટાલિક ગ્લાસ સહિતની કિંમતીની વસ્તુઓ પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

કન્યા કેળવણીમાં રૂપિયા જમા કરાવાશે
આ વસ્તુઓની જે રકમ ઉપજે છે , તેને કન્યા કેળવણી નિધિમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ હરાજીમાંથી પાંચ ઘોડાવાળા ચાંદીના રથ, કળશ, તલવાર, જે રકમ મળશે તે રકમ મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ કન્યા કેળવણીમાં અપાશે. ચરખા , મુર્તિઓ , અશોક સ્તંભનો પણ વેચાણમાં સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂટની પણ અહીં હરાજી કરવામાં આવી હતી. સાયન્સ સેન્ટર ખાતે મોદીએ પહેરેલા સૂટની હરાજી વખતે દેશભરમાં ચર્ચાનો વિષય થયો હતો. કરોડો રૂપિયામાં સુરતના હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દ્વારા તે સૂટને ખરીદવામાં આવ્યો હતો. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને મળેલી ભેટ સોગાદોનો આ રીતે જ હરાજી કરવામાં આવતી હતી.જે ઉપક્રમ વિજયભાઈએ પણ જાળવી રાખ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો