ભાજપના પૂર્વ જિલ્લાધ્યક્ષને રેમેડેસિવિર ઈન્જેક્શન ન મળતાં ઉર્જા મંત્રીના ઘરની બહાર જ સુઈ ગયા, કહ્યું- નાટક ન કરે મંત્રી, જનતાની સેવા કરે

ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનની માગે તો ભાજપમાં જ રોષ ઊભો કરી દિધો છે. મધ્યપ્રદેશમાં પોતાની જ સરકાર વિરૂદ્ધ કેટલાંક નેતાઓએ મોરચો ખોલ્યો છે. જે કામ વિપક્ષે કરવું જોઈએ, હાલ તે કામ ભાજપના જ કેટલાંક નેતાઓ કે જેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે તેઓ જ કરી રહ્યાં છે.

રેમડેસિવિર ઈન્જેક્શન ન મળવાને કારણે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના નજીકના અને ભાજપના પૂર્વ જિલ્લાધ્યક્ષ દેવેશ શર્માએ તો ઉર્જા મંત્રી પ્રધ્યુમનસિંહ તોમરને સલાહ આપી દીધી. તેઓએ કહ્યું કે, તેઓ નૌટંકી બંધ કરે અને જનતાની સેવા કરે. મંત્રીને ગાઢ ઊંઘમાંથી જગાડવા માટે તેમના સરકારી બંગલાની બહાર પથારી પાથરીને સુઈ ગયા. તેઓએ ત્યાં ધણાં પ્રદર્શન પણ કર્યા. દેવેશ શર્માએ પોતાના કેટલાંક ગંભીર બીમાર નજીકના લોકો માટે મંત્રીને પત્ર લખીને રેમડેસિવિર ઈન્જેક્શનની માગ કરી હતી. ઈન્જેક્શન ન મળવાને કારણે સમર્થકોમાં તેમની આબરૂ ગઈ આવું માનીને તેઓને જોરદાર ગુસ્સા આવ્યો હતો.

પૂર્વ સાંસદ અનુપ મિશ્રા, ભાજપના નેતા જય સિંહ અને દેવેશ શર્મા

કોરોના સંક્રમણ વચ્ચે ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે માગને પગલે જિલ્લામાં હાહાકાર જોવા મળી રહ્યો છે. આ હાહાકારની અસર ભાજપમાં પણ જોવા મળી રહી છે. ભાજપનું એક જૂથ વર્તમાન સરકારથી ભારે નારાજ જોવા મળી રહ્યું છે. કોઈ ઉર્જા મંત્રીને નાટકિયા ગણાવે છે તો કોઈ ઈન્જેક્શનના કાળા બજારને રોકવામાં અસમર્થ શિવરાજ સરકાર પર સવાલો ઉટાવી રહ્યાં છે. રવિવારે સાંજે આવું જ કંઈક જોવા મળ્યું કે, પ્રદેશ સરકારથી લઈને સ્થાનિક સ્તર પર પ્રશાસનને સવાલોના જવાબ સુજતા ન હતા. પોતાની સરકાર વિરૂદ્ધ મોરચો ખોલનારા તમામ ક્યારેકને ક્યારેક કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના ખાસ રહ્યાં છે.

ઈન્જેક્શન ન મળ્યું તો મંત્રીના બંગલાની બહાર જ સુઈ ગયા

ભાજપના પૂર્વ જિલ્લાધ્યક્ષ દેવેશ શર્માએ કેટલાંક ગંભીર બીમાર લોકો માટે 5થી 7 રેમેડસિવિર ઈન્જેક્શનની માગ ઉર્જા મંત્રી પ્રદ્યુમનસિંહ તોમર પાસે કરી હતી, પરંતુ તેઓને ઈન્જેક્શન ન મળ્યા. જે બાદ હતાશ થઈને તેઓ રાત્રે 10 વાગ્યે રેસકોર્સ રોડ સ્થિત ઉર્જા મંત્રીના 38 નંબરના બંગલાની બહાર પહોંચી ગયા. ખબર પડી કે અહીં મંત્રીજી નથી. તો બહાર જ પથારી પાથરીને સુઈ ગયા. તેમનું આ પ્રકારનું પ્રદર્શન જોઈને ભારે ભીડ એકઠી થઈ ગઈ. લગભગ 3 કલાક આવું જ ચાલ્યું. જ્યારે ઉર્જા મંત્રી આવ્યા અને તેમને ઈન્જેક્શનનું આશ્વાસન આપ્યું ત્યારે તેઓ માન્યા.

નેતાઓની મનમાની જ ચાલે છે

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરના ખાસ પૂર્વ સાડા અધ્યક્ષ જયસિંહ કુશવાહાએ પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે કેટલાંક નેતાઓની મનમાનીથી સામાન્ય, ગરીબોના જીવ ખતરામાં પડી ગયા છે. લોકો આવશ્યક દવાઓના અભાવથી મરી રહ્યાં છે અને જનપ્રતિનિધિ પોતાને ઉપકૃત કરવામાં વ્યસ્ત છે. તેમના દબાણને કારણે જિલ્લા પ્રશાસન પણ યોગ્ય રીતે કામ નથી કરી શકતું.

પૂર્વ સાંસદના ટ્વીટ પર સરકાર સામે સવાલ

પૂર્વ સાંસદ તેમજ પ્રદેશ સરકારમાં મંત્રી રહી ચુકેલા અનુપ મિશ્રાએ ટ્વીટ કરી લખ્યું કે, શિવરાજ સિંહ પોતાના પ્રદેશમાં શ્વાસનો સંઘર્ષ અતિદુખદાયી સ્થિતિમાં પહોંચી ગઈ છે. રેમડેસિવિર ઈન્જેક્શન, ઓક્સિજનની મારામારી, કાળાબજારીએ સમગ્ર વ્યવસ્થા પર પ્રશ્નચિન્હ લગાવી દિધા છે. સામાન્ય લોકોની પહોંચથી આ ઘણું જ દૂર છે, પરંતુ દલાલો અને કેટલાંક નેતાઓની પાસે બધું જ મળી રહે છે. તેમની આ ટ્વીટથી શિવરાજ સરકાર સામે અનેક સવાલો થઈ રહ્યાં છે.

જ્યારથી કોંગ્રેસના નેતા ભાજપમાં આવ્યા ત્યારથી આવું થઈ રહ્યું છે
ભાજપના અંદરોદરના ડખ્ખાને પગલે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજ પણ કુદી પડ્યા છે. તેઓનું કહેવું છે કે જ્યારથી કોંગ્રેસના લોકો ભાજપમાં સામેલ થયા છે, ત્યારથી ભાજપ ખતમ થવા તરફ આગળ વધી રહ્યાં છે. હાલમાં જ ભાજપના નેતા રાજકુમાર બંસલનું ઓક્સિજન ન મળવાને કારણે નિધન થઈ ગયું. આવું જ જો ચાલતું રહ્યું તો બધું જ ખતમ થઈ જશે અને આપણાં મુખ્યમંત્રી બંગાલ વિજયના ગુણગાન કરતા જ રહી જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો