વનરક્ષકનું પેપર જીતુ વાઘણીના વતન ભાવનગરથી ફૂટ્યુ : યુવરાજસિંહ જાડેજાએ મીડીયા સમક્ષ પુરાવા જાહેર કરી કહ્યુ ઢાંકણીમાં પાણી મૂકી ડૂબી મરો

વનરક્ષકની ભરતીમાં કોપી કેસ નહી પણ પેપર લીક થયાનો ઘટસ્ફોટ એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. ગાંધીનગરમાં મીડિયા સમક્ષ યુવરાજે કહ્યુ કે રવિવારે પરીક્ષા પહેલા જ આ ભરતીનું પેપર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વતન ભાવનગરમાંથી લીક થયુ હતુ. તેમણે પુરાવા હોય તો જાહેર કરવા પડકાર ફેંક્યો હતો. તો અમે આ પુરાવા જાહેર કરી રહ્યાં છીએ.

સરકારમાં શરમ જેવુ કંઇ બચ્યુ હોય તો ઢાંકણીમાં પાણી મૂકી ડૂબી મરવુ જોઈએ. ઉનાવા જ નહી ગુજરાતના અનેક પરીક્ષા કેન્દ્રોમાં પેપર શરુ થવાના એક દિવસ પહેલા કોચિંગ ક્લાસ ચલાવતા એજન્ટોના વોટ્સએપ ગ્રુપમાં પેપર ફરતા થયા હતા. ઉનાવામાં જે કિસ્સો બહાર આવ્યો તેને અધિકારીઓએ કોપી કેસના નામે ચઢાવી દેવાયો છે.

વનરક્ષકની ભરતીની પરીક્ષામાં કૌભાંડનો આરોપ લગાવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું છે કે પાલીતાણાની યુવા એકેડેમીમાંથી પેપર વાયરલ થયુુ છે. તેમાં 25 શાળાઓમાં ચીટિંગ થયું છે. બપોરે 1.04 વાગ્યે પેપર વાયરલ થયું હતુ. તથા તળાજાની સ્કૂલમાં પણ પેપરલીક થયું છે. સંચાલકો પોતાના લોકોને પાસ કરાવવા ગેરરીતિ કરે છે.

ચાલુ પેપર દરમિયાન અન્ય વોટ્સ્અપ ગ્રુપમાં પેપર વાયરલ થયું 
જેના પર પ્રતિક્રિયા આપતા  જીતુ વાઘાણીએ કહ્યું આ ઘટનામાં પેપર લીક થયું નથી. વિદ્યાર્થીઓ દ્વારા અમને આધાર પુરાવા મળ્યા છે. તેમજ સોશિયલ મીડિયામાં આ પેપર વાયરલ થયું હતું. તથા 2 વાગે પેપર પૂરું થયું અને 2.30 વાગે જીતુ વાઘાણીએ કહ્યું પેપર ફૂટ્યું નથી. ચાલુ પેપર દરમિયાન અન્ય વોટ્સ્અપ ગ્રુપમાં પેપર વાયરલ થયું હતું. આ એક પુરાવો નથી. પેપરનો સમય 12 થી 2 નો હતો તે પહેલા પેપર વાયરલ થયું હતું. તથા 1.04 મિનિટે પેપર વાયરલ થયું હતું.

સંચાલકો પોતાના લોકોને પાસ કરાવવા માટે ગેરરીતિ કરે છે
જીતુ વાઘાણીના મત વિસ્તારમાં ભાવનગરમાંથી પેપર વાયરલ થયું હતું. જેમાં ભાવનગરના પાલીતાણાના કોચિંગ સેન્ટરમાંથી પેપર વાયરલ થયું છે. તેમજ ઘણી સ્કૂલોમાં ચિટિંગ થયું છે કુલ 25 સ્કૂલોમાં ચિટિંગ થયું છે. પુરાવા આપવાનું કામ વિદ્યાર્થીઓનું છે.  જેમાં યુવરાજે જણાવ્યું છે કે ભાવનગરની તળાજાની સ્કૂલમાં પણ પેપર લીક થયું છે. કેટલાક સંચાલકો પોતાના લોકોને પાસ કરાવવા માટે ગેરરીતિ કરે છે. તથા આધાર પુરાવા ઉપર તપાસ સરકાર કરાવી શકે છે. પરંતુ પેપર વધુ જગ્યાએ ગયું હોય એટલે પરીક્ષા રદ થવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો