વનવિભાગના અધિકારીઓની ક્રૂરતાઃ માલધારીની 15 ગાયોને ભૂખ્યા સિંહો સામે મુકી દીધી, 11 ગૌમાતા પોતાનો જીવ બચાવી બીજે દિવસે પરત ફરી

જંગલના ગરીબ માલધારીની વ્હાલસોય ગાય માતાઓને વનવિભાગે કબજે કરી જીવતી સિંહોને ખવડાવી દેવાની ઘટનાથી કમકમાટી મચી ગઇ છે. આ મુદ્દે ભાજપ કોંગ્રેસ વનતંત્રની જોહુકમી સામે રોષ વ્યક્ત કરી જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવાની માંગ કરતા હડકંપ મચી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ પંથકના જંગલની બોર્ડર પર આવેલ વાઘણીયા ગામમાં ગરીબ માલધારી પરિવાર પોતાના માલઢોરને નિભાવી પોતાનું ભરણપોષણ કરી રહ્યા છે. રામભાઈ ગઢવી નામના માલધારીને પંદર જેટલી ગાયો તેના ગામની નજીક આવેલ તળાવમાં ચરી રહી હતી. તેવામાં અચાનક વનવિભાગના કર્મચારીઓએ આવી તમામ ગાયોને પોતાના થાણા પર લઇ ગયેલ બાદમાં માલધારીને કહેલ કે તારી ગાયો જોતી હોય તો અહીંયા આવીને લઈ જા પરંતુ માર મારવાના ડરે માલધારીનો યુવાન પુત્ર પોતાની ગાયો લેવા ન ગયો અને આખી રાત પોતાના થાણાં પર ગાયોને રાખી અને રાત્રિના સમયે માલધારીને જે ડર હતો તે થયું. જેમાં પોતાની સંતાનોની જેમ સાચવેલ ગાયો સિંહોને ખવડાવી દીધેલ. જેમાં ત્રણ ગાયોના મોત થયા અને એક ગાય ગુમ થઈ ગઈ અને 11 ગાયો જંગલમાંથી પોતાનો જીવ બચાવી બીજે દિવસે એક બાદ એક હેમખેમ પરત ફરી.

હવે આ માલધારી પરિવારના વૃદ્ધ રામભાઈ ગઢવી ત્રણ દિવસથી ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને સિંહોના શિકારનો ભોગ બનેલ ગાયના નાના વાછરડાઓ પોતાની માતાની રાહ જોઈ રહ્યા છે ત્યારે માલધારી પરિવારમાં ભારે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાઈ રહ્યા છે.

વન વિભાગના અધિકારી અને કર્મચારીઓનો ગીરની જંગલની બોર્ડર પર એટલી હદે માલધારીઓને ખેડૂતો પર ત્રાસ છે કે માલધારીઓને પોતાના માલઢોર “સેટિંગ” ન હોય અને જંગલમાં જાય તો મસમોટા દંડ ફટકારવામાં આવે છે અને જો સેટિંગ હોય તો જંગલ ખુંદી નાખે તો પણ હરફ સુદ્ધા ઉચ્ચારતા નથી. ભેંસાણ પંથકમાં વન વિભાગના કર્મીઓથી સામાન્ય લોકો ખેડૂતોને માલધારીઓ થરથર ધ્રૂજી રહ્યા છે.

આ બાબતે ભેસાણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને તાલુકા પંચાયતના સદસ્ય ગાડુંભાઈ કથીરિયાએ અનેકવાર રજૂઆત કરી છતાં પણ વન વિભાગના અધિકારીઓએ કાર્યવાહી ન કરી જેને લીધે આ બનાવ બનવા પામેલ હોવાનો જણાવે છે. સાથોસાથ આ વિસ્તારના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ પણ તાત્કાલિક માલધારીની ગાયોને જંગલમાં સિંહને ખવડાવી દેનાર વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. સાથોસાથ તાલુકા પંચાયતના સદસ્ય પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જો જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો સોમવારે ખેડૂતો અને માલધારીઓ સાથે મળી વનવિભાગની કચેરીએ આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો