ખંભાત હિંસામાં વિદેશી ફંડિંગની આશંકા, મૌલવી સહિત 11 જણાની ધરપકડ. સોશિયલ મીડિયાના માધ્યમથી પથ્થરમારાનું પ્લાનિંગ

10 એપ્રિલે રામનવમીની શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો કરવાની ઘટનામાં ખંભાત પોલીસે મૌલવી સહિત 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ ઘટનામાં આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ કનેક્શન પણ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

રામનવમી દરમિયાન ભગવાન રામની શોભાયાત્રા દરમ્યાન પથ્થરમારો કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. જેને લઈને ખંભાત પોલીસે 57 આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. ખંભાતમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે આરોપીઓએ પૂર્વનિયોજિત કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ ઘટના બાદ સતત સ્થાનિક જિલ્લા પોલીસ દ્વારા કોમ્બિનગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક ટેક્નિકલ પુરાવા એકત્ર કરાયા છે, જેને આધારે 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પકડાયેલા આરોપીઓના મોબાઈલ ફોનની ઝીણવટભરી તપાસ માટે સાઇબર ક્રાઈમ તેમજ FSLની મદદ પણ લેવામાં આવી રહી છે.

પકડાયેલા આરોપીઓ
વસીમ રસીદ મલિક
રજ્જાક હુસેન અયુબ પટેલ
આસિફ મજીદ મલિક
આરીફશા અમનશા દિવાન
નેહલ અહેમદ અબ્દુલ રજ્જાક મલિક
સફાકત હુસેન ફારૂક મલિકપ
વારીસ સફરદિન મલિક
ફારૂક મુઝાત મલિક
શાહરુખખાન સર્વરખાન પઠાણ

આ સમગ્ર ઘટના બાદ આરોપી રજ્જાક મલિક ઉર્ફે પટેલનો પરિવાર સામે આવ્યો હતો. જેમણે આરોપી રજ્જાક મલિક ઉર્ફે પટેલને રાજકીય ષડયંત્રનો શિકાર બનાવાયો હોવાનું નિવેદન આપ્યું છે. સરપંચની ચૂંટણીમાં હાલના સરપંચની વિરુદ્ધમાં ઉભેલા ઉમેદવારને રજ્જાક મલિકે સપોર્ટ કર્યો હતો. જેની અદાવત રાખીને રજ્જાક મલિકની રાજકીય ષડયંત્રના આધારે ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે.

જ્યારે આ સમગ્ર ઘટનામાં આરોપીઓએ સ્લીપર મોડ્યુલ આધારિત કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રજ્જાક મલિક સહિત 6 આરોપીએ સોશિયલ મીડિયાના માધ્યમથી શોભાયાત્રા પર પથ્થરમારો કરવાનું પ્લાનિંગ કર્યું હતું. આ માટેની જવાબદારી 16 વ્યક્તિઓ સોંપી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.

આરોપીઓ આ કૃત્ય આચર્યા બાદ તેમના પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટે ખંભાતથી બહાર મોકલી દીધા હતા. ઝડપાયેલા આરોપીઓના મોબાઈલના ડેટા રિકવર કરાયા છે જેમાંથી ચેટીગ અને ઓડિયો મેસેજ રિકવર કરાયા છે. જેમાં 8 આરોપીઓ દ્વારા વિદેશમાં ફોન અને ચેટિંગ કરાયું હોવાના આધારભૂત પુરાવા પણ ખંભાત પોલીસને મળ્યા છે.

સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે અલટી મટીન નામના વ્યક્તિએ ફન્ડિંગ કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેને લઈને હાલ ખંભાત પોલીસ તેમજ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વોડ પણ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યરત છે..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો