શિયાળામાં વારંવાર થાય શરદી-ઉધરસ તો ઘરેજ બનાવો આ કફ સિરપ, મળશે તાત્કાલીક રાહત

શિયાળાની winter ઋતુમાં ગળું પકડાઇ જવુ, કફ, શરદી અને ખાંસીની cold and cough સમસ્યા હોવી સામાન્ય છે. કફની સાથે તાવ, થાક, માથાનો દુખાવો, આંખોમાં થાક જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે, તેથી તેની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો કે, દવાઓ સિવાય તમે ઘરેલું ઉપાય અપનાવીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. અહીં અમે તમને ઘરે કેવી રીતે કફ સિરપ homemade syrup બનાવવી તે શીખવીશું, જે કફની તમારી અન્ય સમસ્યાઓ પણ દૂર કરશે.

સામગ્રી

  • -500 મિલી પાણી
  • -1 ચમચી અજમા
  • -1 ચમચી હળદર
  • -1 ચમચી મધ

સિરપ બનાવવાની પદ્ધતિ

પહેલા કડાઈમાં પાણી નાંખો અને ધીમા તાપે પાણી ઉકાળો અને ત્યારબાદ તેમાં અજમા અને હળદર ઉમેરીને ઉકાળવી. જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય છે, ત્યારે એક ચમચી મધ ભેળવો.

કેમ આ સિરપ ફાયદાકારક છે

આ છાતીમાં કફને સાફ (Chest Congestion) કરે છે અને બાજેલા કફને દૂર કરે છે. તે શરદી અને ખાંસીથી રાહત આપે છે.

કફ દૂર કરવાના અન્ય ઘરેલું ઉપાય

સરસવના તેલમાં મીઠું નાખી છાતી પર મસાજ કરો. આ છાતીમાં કફને દૂર કરશે. બે કપ પાણીમાં 15-20 કાળા મરી ઉમેરો અને અડધુ પાણી બળે નહી ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેમાં મધ નાખો અને મધમાં લીંબુ નાખીને દિવસમાં 2 વાર પીવો. મધમાં એન્ટી-ઇન્ફ્લેમેશન હોય છે અને લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે કફ દૂર કરવામાં મદદગાર છે.

દરરોજ 1 ગ્લાસ હળદરના દૂધમાં મધ મેળવીને પીવાથી છાતીમાં જમા થતા કફથી ઝડપી રાહત મળે છે. મીઠાના પાણીથી કોગળા કરવાથી કફ, ગળામાં થતા દુ:ખાવાથી રાહત મળે છે. આદુ, તુલસી, મરેઠી, તજ, કાળા મરીનો ઉકાળો પીવાથી પણ રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો