UPSCમાં પ્રથમ વખત કોઈ ગુજરાતી ટોપ 10માં, સુરતના કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવ્યો

યુનિયન પબ્લિક ર્સિવસ કમિશન-UPSCના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતી યુવાન ટોપ-૧૦માં આવ્યો છે. UPSCએ શુક્રવારે જાહેર કરેલા સફળ IAS, IPS સહિતના કેન્દ્રીય કેડરો માટે ૭૬૧ સફળ ઉમેદવારની યાદીમાં સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણી આઠમા ક્રમે આવ્યા છે. વર્ષ ૨૦૧૯ની પરીક્ષામાં કાર્તિક ૮૪માં રેન્ક ઉપર હતા. સુરતના આ પાટીદાર યુવાન ઉપરાંત ગુજરાતમાંથી ૧૪ યુવાનોએ પણ UPSC ક્રેક કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વર્ષ ૨૦૨૦ની UPSCમાં ભારતમાં ૭૬૧ સફળ યુવાનોમાંથી આઠમા રેન્ક ઉપર આવેલા ર્કાિતક જીવાણી એક વર્ષ પૂર્વે ૮૪માં રેન્ક ઉપર હતા, તે પહેલાં વર્ષ ૨૦૧૮માં તેમણે ૯૪મો રેન્ક મેળવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં નિષ્ફળ રહેલા કાર્તિક જીવાણીનું એક વર્ષ પહેલા IPS કેડરમાં સિલેક્શન થતા હાલમાં તેઓ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ હેઠળ છે. હવે તેઓ ટોપ-૧૦માં આવતા તેમને IAS માટેની ચોઈસ મળી શકશે. મૂળ સૌરાષ્ટ્રીયન પરીવારમાંથી આવતા અને વરાછામાં જન્મેલા કાર્તિકની આ ઐતિહાસિક સફળતાથી અમદાવાદ સ્થિત સ્પિપા અને સુરતમાં તેમના પરિવાર મિત્ર વર્તુળોમાં ગુજરાતમાંથી UPSCમાં મહેનત કરતા સેંકડો યુવાનોમાં આનંદનો માહોલ છવાયો છે.

UPSCમાં સફળ થયેલા ૧૪ ગુજરાતીઓમાંથી ૧૩ સ્પીપાના ઉમેદવારો છે. જેમાં ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. ૧૩ પૈકી પાંચ જનરલ કેટેગરીમાંથી આવે છે. જ્યારે પાંચ અનુસૂચિત જાતિ- SC અને ત્રણ ઓબીસી સમુહમાંથી છે. ગુજરાતીમાંથી UPSC ક્રેક કરનારા યુવાનોમાં હજી પણ ગુજરાતી ભાષા અને સાહિત્યને મુખ્ય વિષય તરીકે લેવાનું ચલણ યથાવત છે. ૧૩ પૈકી ચાર સફળ યુવાનોનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય રહ્યો છે. જ્યારે ત્રણનો પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ સાયન્સ રહ્યો છે.

ગુજરાતમાંથી દરવર્ષે સેંકડો યુવાનો સ્પીપા મારફતે, દિલ્હીમાં રહીને UPSCની પરીક્ષા માટે મહેનત કરે છે. વર્ષ ૨૦૦૮માં પહેલીવાર મૂળ ગુજરાતના IAS ડો.ધવલ પટેલ ટોપ-૧૦થી નજીક રહ્યા હતા. તેઓ દેશમાં ૧૨માં રેન્ક ઉપર પહોંચનારા પ્રથમ ગુજરાતી હતા. એ સમયે આ ઉપલબ્ધિ એક રેકોર્ડ હતી. સુરત કલેક્ટર રહેલા ડો.પટેલ હાલમાં ગાંધીનગર મ્યુ. કમિશનર છે. એ રેકોર્ડ સુરતના ર્કાિતક જીવાણીએ આઠમા રેન્ક આવીને તોડયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો